બી.કે.ન્યૂઝ દૈનિકના અહેવાલ બાદ દિયોદરમાં ફૂડસ વિભાગના ઔપચારિક રેડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 11:42:50
  • Views : 370
  • Modified Date : 2019-10-16 11:42:50

દિયોદર પંથકમાં ટૂંકા ગાળામાં ડુપ્લિકેટરોએ ખાદ્ય ચીજોના બજાર ઉપર અજગરી ભરડો લીધો છે. સમગ્ર પંથકના જન આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે. ત્યારે ટુંક સમય અગાઉ વેપારી દ્વારા ડુપ્લીકેટ ઘી એક નામાંકિત આશ્રમમાં આપતા હોબાળો મચી ગયો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ ટ્રસ્ટના ચેરમેન પ્રવિણસિંહ વાઘેલાએ ફૂડસ વિભાગ અને મામલદાર દિયોદરને રજૂઆતો કરતા અમારા બી.કે.ન્યૂઝ દિયોદર બ્યુરો ઇન્વેસ્ટિગેશન બાદ સમાચારો પ્રસિદ્ધ કરેલા. ત્યારે સાંજના સુમારે ફૂડસ વિભાગ દ્વારા ઔપચારિક તપાસ આદરી હતી અને કાર્યવાહી કરવામાં ઉણા ઉતરાયા હોવાનું બહાર આવ્યું હતું. જે લોકો ડુપ્લીકેટ ખાદ્યચીજોનું બેરોકટોક વેચાણ કરી રહ્યા છે તેઓને ત્યાં કોઈજ પ્રકારની તપાસ ન થતા દિયોદર પંથકમાં ફૂડસ વિભાગ સહિત જવાબદારો સામે પશ્નાર્થ ઉભો થયો હતો કે શું તપાસના નામે ગોદડી ગોટે વાળી કે પછી દિવાળી સુધારી ? આ ફૂડસ વિભાગમાં અને સ્થાનિક તંત્રની લોકના આરોગ્ય સામે ગંભીર ખતરા સમાન ખાદ્યચીજોનું ખુલ્લેઆમ બેધડક વેચાણ થઈ રહ્યું છે. પણ પ્રજાનો અવાજ સાંભળવાવાળું કોઈ હોય નહીં એવું દિયોદરમાં લાગી રહ્યું છે.  બજાર ઉપર ડુપ્લીકેટ ખાદ્યચીજોના સપ્લાયરોનો અજગરી ભરડો કોઈ ઉખેડી ફેંકવામાં સમર્થ છે કે પછી માનવતા મરી પરવારી ?
લોકોપણ ડુપ્લીકેટ ખાદ્યચીજોના વેપારીઓને ખુલ્લા પાડે અને કાયદેસરના પગલાં ભરાય તે હેતુ કાર્યવાહી કરાવડાવે અને જે તે ડુપ્લીકેટ ચીજવસ્તુઓના વેપારીને ત્યાંથી કોઈ ખરીદી ન કરે તે જાહેર જન હિતમાં છે. નહી તો તાલુકાની જનતા ગંભીર બીમારીઓમાં સપડાશે ત્યારે દવા કે દુઆ એકેય કામ નહીં આવે. માટે જાગૃત નાગરિક બની કર્તવ્યનિષ્ઠ બની ડુપ્લીકેટરોને સબક શીખડાવવામાં આવે તે જનહીતમાં છે.

Download Our B K News Today App



Related News