અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પીએમ સ્વનિધિ સંમેલનમાં હાજરી આપી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 15:41:47
  • Views : 83
  • Modified Date : 2023-12-24 15:41:47

આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે.ત્યારે આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પીએમ સ્વનિધિ સંમેલનમાં હાજરી આપી છે. તેમજ તેમને સભાને સંબોધન કરતા જણાવ્યુ છે કે ગરીબોને 2029 સુધી અનાજ મફતમાં મળતુ રહેશે તેવી વાત કહી છે. તો ગેરંટી સાથે એ પણ જણાવ્યુ છે કે આગામી 2024ની ચૂંટણીમાં ભાજપની એટલે કે મોદી સરકારની ભવ્ય જીત મળશે તેવી માહિતી આપી છે.તો અમિત શાહે લોકસભાની ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમજ અમિત શાહે જણાવ્યુ કે “ઉત્તર ભારતના લોકોને પણ મળશે જનધન યોજનાનો લાભ” આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે “સ્વરોજગારથી સ્વાભિમાનની યાત્રા PM મોદી જ કરી શકે” છે.તો આ ઉપરાંત જણાવ્યુ કે “દરેક નાના વેપારીઓને મળે છે લોનની ગેરંટી” જો કે અત્યાર સુધીમાં 76 લાખ લોકોને લોન આપવામાં આવી છે. તેમજ સ્વનિધિની સાથે જનધન યોજના, વીમા યોજના પણ શરુ કરી છે. તો “40 લાખ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા” છે.

Download Our B K News Today App



Related News