રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-02 15:17:44
  • Views : 83
  • Modified Date : 2023-10-02 15:17:44

ઘટનાને પગલે અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ કારચાલકને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું અને ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું. રાજકોટમાં ટ્રાફિક વોર્ડને જ ટ્રાફિના નિયમો નેવે મૂકીને હેડ કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો છે, નશામાં ધૂત ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ પૂરઝડપે કાર હંકારીને પોલીસ કમિશનરના બંગલે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે ફરિયાદ નોંધાવી છે.હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત શનિવારે રાત્રે પોલીસ કમિશનરના બંગલે તેઓ ફરજ પર હતા. કમિશનર બહારથી પોતાના બંગલામાં પરત આવતા હોવાથી ગેટ ખોલીને રોડ પરથી પસાર થતા વાહનોને સાઇડમાં કરીને રસ્તો ક્લિયર કરી રહ્યા હતા. આ સમયે જામટાવર તરફથી વડોદરા પાસિંગની એક કાર પૂરઝડપે ધસી આવતી જોઈને કારચાલકને વાહન ધીમું ચલાવવા હાથથી ઇશારો કર્યો હતો, પરંતુ ટ્રાફિકના નિયમોને ઘોળીને પી ગયેલા ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ વિનોદ ખેરને ટક્કર મારી હતી.જેને પગલે તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા.ઘટનાને પગલે અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે લઈ ગયા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓએ કારચાલકને ઝડપી પાડીને પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું અને ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું હતું.

Download Our B K News Today App



Related News