પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ એ પતિ પર ભયંકર માનસિક ત્રાસ અને ક્રૂરતાઃ હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-15 19:00:53
  • Views : 55
  • Modified Date : 2025-05-15 19:00:53

ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, લગ્નજીવનની તકરારમાં પત્ની દ્વારા આત્મહત્યાનો પ્રયાસ એ અત્યંત કઠોર પરિસ્થિતિ છે અને ભયંકર માનસિક ક્રૂરતા સમાન ગણાય. જે સ્વાભાવિક રીતે જ પતિ માટે પત્નીના સમાજમાંથી ખસી જવા માટેનું વાજબી બહાનું બની જાય છે. પત્નીના આવા પ્રયાસ પતિને કાયમી ચિંતા અને ભાવનાત્મક વમળમાં કથિત રીતે ફસાયેલા રહેવા માટે મજબૂર કરે છે. જસ્ટિસ સંજીવ ઠાકરે પત્ની તરફથી વૈવાહિક જીવનના અધિકારો પરત મેળવવા દાદ માંગતી અરજીને ફગાવતા આ અવલોકન કર્યું હતું. 

હાઈકોર્ટે ફગાવી અરજી

પત્નીને વૈવાહિક અધિકારો પરત કરવાનો ઈનકાર કરતાં ટ્રાયલ કોર્ટ અને એપેલેટ કોર્ટના હુકમોને પણ બહાલ રાખ્યા હતા. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આત્મહત્યાના પ્રયાસોથી ઉદ્ભવતી માનસિક ક્રૂરતાને અન્ય કોઈપણ કથિત માનસિક ક્રૂરતા સાથે સરખાવી ન શકાય. લગ્નજીવનમાં બંને વ્યકિતઓ પાસેથી કરૂણા અને ધીરજ સાથે બંધનને પોષવાની અપેક્ષા રાખવામાં આવે છે. ભલે હાલના કેસની જેમ ગમે તેટલા મતભેદ હોય. પ્રસ્તુત કેસમાં પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. એટલું જ નહી, પત્નીએ પતિના માનહાનિકારક પોસ્ટરો પણ છાપ્યા હતા. આ જાહેર અપમાન છે. આવા સંજોગોમાં વૈવાહિક અધિકારો પરત કરવાની અરજીનો નિર્ણય લેતી વખતે અદાલતોએ દરેક કેસના સંજોગો અને હકીકતોને ચકાસવા પડશે. વધુમાં, વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપન આપતી વખતે કોર્ટે જીવનસાથીના વર્તન અને વૈવાહિક અધિકારોના પુનઃસ્થાપનના ઇન્કાર કરવાના કારણો પણ ધ્યાનમાં લેવાના રહેશે. 

Download Our B K News Today App



Related News