દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-20 16:53:28
  • Views : 94
  • Modified Date : 2024-01-20 16:53:28

અમદાવાદમાં મધ્ય ઝોનમાં દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. શાહપુર રોડ પર દબાણ હટાવતા દરમિયાન મારામારી સર્જાઇ હતી.મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવતા દુકાનદારોએ મારામારી કરી હતી. આ મારામારીના વીડિયો પણ સામે આવ્યા છે.જ્યારે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલતી હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન રાખવામાં આવતુ જ હોય છે. SRPની ટુકડી પણ સાથે રહેતી હોય છે. તેમ છતા પણ અમદાવાદમાં દબાણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો થયો છે. મધ્ય ઝોનમાં શાહપુર રોડ પર એસ્ટેટ વિભાગના અધિકારી-કર્મચારીઓ સાથે ઝપાઝપી થઇ હતી. પોલીસ પ્રોટેક્શન હોવા છતાં દુકાનદારોએ દબાણ હટાવવા આવેલી ટીમ પર હુમલો કર્યો હતો.થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક ઘટના ઘટી હતી.દબાણ હટાવવા ગયેલી સુરત પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ થયું હોવાનો મામલો સામે આવ્યો છે. ગોડાદરા આસપાસ સિનેમા લાઇન રોડ પર ઘટના બની છે. પાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.ભારે ઘર્ષણની સ્થિતિ ઉભી થતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે પડ્યો હતો. એક સમયે બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બજારમાં દોડધામ અને ઘર્ષણ દ્રશ્ય  જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News