વડોદરાના આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-26 18:17:25
  • Views : 48
  • Modified Date : 2025-05-26 18:17:25

વડોદરાના આજવા રોડ પાયોનિયર કોલેજની સામે સહજાનંદ લેન્ડમાર્કમાં રહેતો દીપકભાઈ ચંદ્રકાંત ડીકે ડેકોરેશનના નામે લાઇટિંગ ડેકોરેશનનો ધંધો કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે. મારા ભાઈ દેવાંગ પર ચાકુથી હુમલો થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હું તેને મળવા ગયો ત્યારે દેવાંગે મને જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલા આપણા સમાજની છોકરી મારી મિત્ર થાય છે અને તેને નાની બહેનના પતિ ઘરે હાજર ન હતા ત્યારે સતીશ રાઠોડ (રહે-ચાચા નહેરુનગર) તેના ઘરે આવ્યો હતો.

જે બાબતે આપણા સમાજની છોકરી તથા વિક્રાંત ચૌહાણ અને હું અને સતીશ રાઠોડ તેને સમજાવા ગયા હતા. તે બાબતની અદાવત રાખી હું જીમમાંથી ઘરે આવતો હતો ત્યારે સતીશ રાઠોડે મારા પર ચાકુના ઉપરા છાપરી ત્રણ ઘા ઝીંકી દીધા હતા. મારા ભાઈને જમણા પડખા પર, હાથ પર તથા હોઠ પર ઈજા થઇ હતી. તેમજ પાંસળી પર ફેક્ચર થઈ ગયું હતું.

Download Our B K News Today App



Related News