જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-16 16:58:36
  • Views : 32
  • Modified Date : 2025-02-16 16:58:36

જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા એજાજ અનવરભાઈ સંઘાર નામના  21 વર્ષના વાઘેર  યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બેડી વિસ્તારના જ રિઝવાન સાયચા, અને રિયાઝ સાયચા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી એઝાજ અને આરોપી રિઝવાન વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Download Our B K News Today App



Related News