વડગામ તાલુકાના છાપી હાઇવે પર ડીસા થી સુરત જવા નીકળે ટ્રાવેલ્સ ચાલક પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:06:51
  • Views : 540
  • Modified Date : 2022-06-06 11:06:51

 

બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા ગુનાહિત ઘટનાઓ વચ્ચે આજે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી હાઇવે પર ડીસા થી સુરત નીકળેલા ટ્રાવેલ્સ ચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે બાબતે છાપી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં હત્યા મારામારી અને આત્મહત્યા જેવી ઘટનાઓમાં રોજેરોજ પોલીસ મથકોમાં ફરિયાદ નોધાઇ રહે છે સતત વધતા જતા ગુનાહિત ઘટનાઓને લઈ લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે હાલમાં લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી જાય હત્યા મારામારી અને આત્મહત્યા ઘટનાઓને અંજામ આપતાં નજરે પડી ગયા છે ત્યારે આવી જ એક વધુ ઘટના વડગામ તાલુકાના છાપી હાઇવે પર બની હતી જેમાં ડીસા થી રાબેતા મુજબ ટ્રાવેલ્સ સુરત જવા માટે ડ્રાઇવર નીકળ્યો હતો જે બાદ વડગામ તાલુકાના છાપી નજીક આવેલ પેટ્રોલ પંપ પર ટ્રાવેલ્સ ચાલકે પોતાની ટ્રાવેલ્સ પેટ્રોલ ભરાવવા માટે ઊભી રાખી હતી જે દરમિયાન પેટ્રોલ પંપ પાસે ઉભેલા અજાણ્યા શખ્સોએ ટ્રાવેલ્સના ચાલકને જેમતેમ બોલવા ની શરૂઆત કરી હતી જે બાદ ટ્રાવેલ્સ ચાલકે બોલવાની ના પાડતા અજાણ્યા શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને ટ્રાવેલ્સ ચાલકને મારવાની શરૂઆત કરી હતી ટ્રાવેલ્સ ચાલકને માર મારતાં જોઈ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને અજાણ્યા શખ્સોની મારામાંથી ટાવેલસ ના ચાલકને છોડાવ્યો હતો આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પાસે લગાવેલ સીસીટીવીમાં કેદ થયા હતા જે બાદ આ સમગ્ર મારામારીની ઘટના અંગે ટાવેલસ ના ચાલકે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી છાપી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News