ડીસા ના માલગઢ ગામે અમારા છોકરા ને કેમ ધમકાવો છો તેમ કહી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-12 11:08:28
  • Views : 280
  • Modified Date : 2022-04-12 11:08:28

છ જેટલા સક્ષસોએ હથિયાર સાથે હુમલો કરતા પોલીસ ફરિયાદ

ડીસાના માલગઢ ખાતે છ જેટલા શખ્સોએભેગા મળીઅદાવત રાખી ગામનાજ એક યુવાનપર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ આ મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

 

 ડીસા માં માલગઢ મામજી ઢાની ખાતે રહેતા અરવિંદભાઈ મોટાજી સુંદેશા આખોલ ચાર રસ્તા કિશાંન મોલ માં જળ ધારા એગ્રી બિઝનેસ નામની દુકાન ચલાવે છે

ગતરોજ શનિવારે  તેઓ અને તેમના ભાઈ સુમિરભાઈ દુકાન ઉપર હતા જોકે સાંજ ના  સુમિરભાઈ અને ઉઘરાણી અર્થે  ડીસા બજાર તરફ આવેલા અને કામ પતાવી પોતાની દુકાને ગયા તો દુકાન બહાર તેમના અરવિંદભાઈ દુકાન બહાર લોહીલુહણ હાલત માં પડેલા હતા અને નજીક માં એક્ટિવા ઉપર માલગઢ નો  દિલીપ ઉર્ફે માલ્યા સંગ્રામ જી માળી હાથ માં તલવાર લઈ અને અજિતજી રાજુસિંહ દરબાર હાથ માં છરો લઈ ઉભેલો તેમજ અન્ય સક્ષસોએ પણ હથિયાર સાથે ઇકો ગાડી માં જતા જોયેલા અને બાદ માં ઇજાગ્રસ્ત અરવિંદભાઇ ને પૂછતાં તેમેન જણાવેલ કે આજે સવારે હું માલગઢ હાઈસ્કૂલ માં ગયેલા જ્યાં દસમા ધોરણ માં અભ્યાસ આખોલ ગામના છોકરા કોઈ છોકરી ને હેરાન કરતા હોઈ ગામના જ સરપંચ પતિ ભેરાજી  કસ્તુરજી માલી સાથે  સ્કૂલમાં જઈ આ છોકરાઓ ને  છોકરી ઓ ને હેરાન નહિ કરવા અને શાંતિ થી રહેવા બાબતે ઠપકો આપેલ જે બાબત ની અદાવત રાખી આ તમામ સક્ષસો હથિયાર સાથે કિશાંન મોલ માં આવેલી અરવિંદભાઈ ને  દુકાને આવી ને દુકાન માં તોડફોડ કરી હથિયાર વડે હુમલો કરી અરવિંદભાઇ ને ગભીર ઇજાઓ કરી હતી જોકે આ વાત સાંભળ્યા બાદ સુમિરભાઈ તાત્કાલિક ઇજાગ્રસ્ત અરવિંદભાઇ ને સારવાર અર્થે ડીસા  હોસ્પિટલ ખાતે લઈ ગયેલા અને આ બાબત ની ફરિયાદ ડીસા તાલુકા પોલીસ મથકે નોંધવાતા પોલીસે તેમની ફરિયાદ આધારે (૧)દિલીપ ઉર્ફે માલ્યા સંગ્રામજી માળી રહે.નિશાળવાળી ઢાની માલગઢ(૨)અજિતસિંહ રાજુસિંહ દરબાર રહે.આખોલ નાની

(૩)લાલભાઈ ગોસ્વામી રહે.આખોલ મોટી (૪)ગોવિદ સિંહ દરબાર રહે.આખોલ મોટી (૫)અજુભા દરબાર

આખોલ નાની વાળા વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા મામલે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News