ડીસા ના માલગઢ ગામે બટાકા નો હિસાબ કેમ આપતા નથી તેમ કહી હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:14:39
  • Views : 1275
  • Modified Date : 2022-06-07 11:14:39

 

ડીસા ના માલગઢ ગામે બટાકા ના હિસાબ ના બાકી નીકળતા પૈસા આપવા બાબતે ત્રણ ઈસમો એ વેપારીને માર મારી ગાડી ને નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વેપારી એ ડીસા તાલુકા પોલીસ મથકે ત્રણ ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે

 

આ ફરિયાદ ની વિગત અનુસાર

માલગઢ ખાતે રહેતા ચુનીલાલ ઉમેદાજી માલી  ખેતી સાથે બટાકા નો વેપાર કરે છે  જેઓએ પોતાના ભત્રીજી  સાથે પોતાની સ્વીફ્ટ કાર લઈ જતા હતા અને કોઈ કામ સર  રસ્તામાં ઉભા હતા તે દરમિયાન તેમના સગા હસમુખભાઈ  ખેતાજી માળી અશ્વિનભાઈ  ખેતાજી માળી અને ચમનલાલ મફાજી માલી તમામ રહે.માલગઢ વાળા ઓ ત્યાં આવેલા અને હસમુખભાઈ કહેવા લાગેલ કે તમે બટાકા નો હિસાબ કેમ.આપતા નથી તેમ કહી ગાડી ની ચાવી માગેલી  જોકે  ચુનીલાલ એ કહેલ કે બટાકા ના હિસાબ પતિ ગયો છે મારે તમારી પાસે થી હિસાબ લેવાનો નીકળે છે જેથી આ ત્રણ ઉશ્કેરાઇ ગયેલા અને અપશબ્દો બોલવા લાગેલ અને માર મારવા લાગેલ તેમજ ધોકા વડે ગાડી ને પણ નુકશાન કરવા લાગેલ બનાવ ના પગલે ચુનીલાલ ઘબરાઈ ગયેલા અને બુમો પડતા આસપાસ ના લોકો દોડી આવેલા અને ચુનીલાલ ને માર માંથી છોડાવેલા જોકે જતા જતા આ ઈસમો એ ચુનીલાલ ને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પીડિત ચુનીલાલ ડીસા તાલુકા પોલીસ મથકે  હસમુખલાલ ખેતાજી માલી અશ્વિન ખેતાજી માળી અને ચમનલાલ મફાજી માલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News