બનાસકાંઠા જિલ્લાના કાપરા પાસે આવેલ દેવપુરા ગામે માજીરાણા પરિવાર પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 11:54:03
  • Views : 280
  • Modified Date : 2022-03-19 11:54:03

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક તરફ લોકો હોળી અને ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કાપરા પાસે આવેલ દેવપુરા ગામે નજીવી બોલાચાલીમાં માજીરાણા પરિવાર પર હુમલો કરાતા ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે હોળી અને ધૂળેટીના પર્વની લોકો રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ પર્વની ઉજવણીમાં મારામારીની ઘટના ઓ પણ સામે આવી રહી છે ખાસ કરીને લોકો અંગત અદાવતમાં કે પછી નજીવી બોલાચાલીમાં મારામારીની ઘટના ને અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના કાપરા ગામ પાસે આવેલ દેવપુરા ગામે બાઇક લઇને જઇ રહેલા પ્રકાશભાઈ કાળુજી માજીરાણા અને મગનજી સોનાજી માજીરાણા વચ્ચે નજીવી બોલાચાલી થઇ હતી જે બાદ મગનજી સોનાજી માજીરાણા અને તેમના પરિવારો ભેગા થઈ પ્રકાશજી કાળુજી ના પરિવારને રસ્તામાં ઉભો રાખી જેમતેમ બોલવા નું શરૂઆત કરી હતી જે બાદ પ્રકાશથી કાળુજી માજીરાણા ના પરિવારે બોલવાની ના પાડતાં મગનજી સોનાજી માજીરાણા અને તેમના પરિવારે અચાનક પ્રકાશજી કાળજીના પરિવાર પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં પ્રકાશજી ના પરિવારને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુના લોકો તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રકાશજી કાળુજી માજીરાણા, કાળુજી સોનાજી માજીરાણા વિનોદજી કાળુજી માજીરાણા અને દયાળીબેન કાળુજી માજીરાણા ને ગંભીર ઇજાઓ થતા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી

Download Our B K News Today App



Related News