ડીસાના ખરડોશણ ગામે ઘઉં માં ભાગ કેમ આપતા નથી તેમ કહી હુમલો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:17:32
  • Views : 231
  • Modified Date : 2022-04-16 11:17:32


ડીસાના ખરડોસણ ગામે ઘઉંમાં ભાગ કેમ નથી આપતા તેમ કહી હુમલો કરી ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

આ અંગેની પોલીસ ફરિયાદ ની વિગત અનુસાર ડીસા ના ખરડોશણ ના ઠાકોર વાસ ખાતે  રહેતા હેમજી કરશનજી ઠાકોર પ્રાઇવેટ નોકરી કરી પરિવાર સાથે રહે છે હેમજીભાઈ અને તેમનો કાકાના દીકરા ભાઈ પારજી બન્ને બાઇક લઈ  આસેડા ખાતે  દૂધ ભરાવવા માટે ડેરી તરફ જતા હતા તે દરમિયાન તે વખતે આસેડા ગામ ના કીર્તિજી કાનજીજી ઠાકોર અને તેના ભાઈ કૈલાસજી કાંતિજી ઠાકોર રસ્તા માં ઉભા હતા અને અને હેમજીભાઈ પાસે આવી ને કહેવા લાગેલ કે તમે મારા ભાણેજ માં ઘઉં કેમ આપતા નથી જેથી હેમજીભાઈ એ કહેલ કે તેમના ભાગના ઘઉં અમે આપી દીધા છે વધારા ના ઘઉં કેમ આપી એ તેમ કહેતા આ બને જણ ઉશ્કેરાઈ ગયેલા અને લાકડી વડે હુમલો કરી માર મારવા લાગતા હુમલા ને પગલે હેમજીભાઈ અને પારજી ભાઈએ બુમો પાડતા આસ્પાસ ના લોકો.આવી તેમને માર માંથી છોડાવેલા જોકે જતા જતા આ બને જણ એ હેમજીભાઈ ને કહેલ કે આજે તું બચી ગયો પણ હવે હાથ માં આવીશ તો જાનથી મારી નાખિસ તેમ કહી જતા રહેલા આ બનાવ ના પગલે હેમજીભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાતા પોલિસે કીર્તિજી કાંતિજી ઠાકોર અને કૈલાસજી કાંતિજી ઠાકોર બને રહે.આસેડા વાળા વિરુધ વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News