દિયોદરના લુદરા ગામ પાસે એસ.ટી બસના કર્મચારી પર અસામાજિક તત્વો દ્વારા કરાયો હુમલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-07 13:06:46
  • Views : 222
  • Modified Date : 2021-06-07 13:06:46

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે તો લોકો નજીવી બાબતે આવેશમાં આવી જઈ હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તો બીજી તરફ કોરોનાવાયરસ ની મહામારી બાદ બનાસકાંઠા જિલ્લામાં મારામારીની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે લોકોને જાણે હવે પોલીસની પણ રહ્યો હોય તેમ એક બાદ એક ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે બાબતે પોલીસ આવા અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરશે તો આવનારા સમયમાં વારંવાર બનતી ઘટનાઓ અટકી શકે તેમ છે.

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી એક બાદ એક મારામારીના અનેક બનાવો સામે આવ્યા છે ખાસ કરીને લોકોના જેવી બાબતમાં આવેશમાં આવી તીક્ષણ હથિયારો વડે હુમલો કરી રહ્યા છે ત્યારે આજે દિયોદર તાલુકાના લુદરા ગામ પાસે એસ.ટી.બસ કર્મચારી અને અસામાજિક તત્વો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી જે બાદ સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા અસામાજિક તત્ત્વોએ એસટી બસ ના કર્મચારી પર તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં એસટી બસ ના કર્મચારી ને ગંભીર ઇજાઓ થઇ હતી.

 

     દિયોદર તાલુકાના લુદરા ગામે બનેલ મારામારીની ઘટના માં બસ કર્મચારીને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના બનતા આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે મારામારીની ઘટના માં ઇજાગ્રસ્ત બસ કર્મચારીને ૧૦૮ એમ્બ્યુલન્સ વાન મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો બાબતે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Download Our B K News Today App



Related News