ડીસાના રાજમંદિર સર્કલ પાસે પાડા ભરેલી ટ્રક રોકાવા જતા યુવક પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-17 11:09:52
  • Views : 258
  • Modified Date : 2022-06-17 11:09:52

 

ડીસાના રાજમંદિર સર્કલ પાસે પાડા ભરેલી ટ્રક જીવ દયા પ્રેમી યુવક દ્વારા રોકાવા જતા યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાને લઇ જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો

 

ડીસાના રાજમંદિર સર્કલ નજીક આજે કતલખાને જતાં પશુઓને બચાવવા ગયેલા જીવદયા પ્રેમી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.. આખોલ ચાર રસ્તા તરફથી અબોલ પશુઓ ભરીને કતલખાને જતાં પિકઅપ ડાલાનો ભરતભાઇ માળી નામના જીવદયા પ્રેમી દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો.. જીવદયા પ્રેમી ભરતભાઇ માળી દ્વારા પિકઅપ ડાલાનો પીછો કરવામાં આવતો હોવાની જાણ ટ્રકના ચાલકને થતાં ટ્રકના ચાલકે ડીસાના કેટલાક અસમાજિક તત્વોને તેની જાણ કરી હતી.. અને આ ટ્રક જ્યારે રાજમંદિર સર્કલ નજીક પહોંચી ત્યારે જીવદયા પ્રેમીએ પિકઅપ ડાલાને અટકાવ્યું તેટલા સમયમાં પિકઅપ ડાલાના ચાલકે કરેલા ફોનને લઈ કેટલીક મહિલાઓ અને મુસ્લિમ સમાજના લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને જીવદયા પ્રેમી ભરત માળી પર હુમલો કર્યો હતો.. આ હુમલા બાદ જીવદયા પ્રેમીઓ પણ એકત્રિત થઈ ગયા હતા અને હુમલો કરવા આવેલા લોકો પર હુમલો કરતાં હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.. આ ઘટના બનતા ઇજાગ્રસ્ત જીવદયા પ્રેમી ભરતભાઇ માળીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.. આ ઘટના બાદ પોલીસે હુમલો કરવા આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.. આ સનસનીખેજ બનતા રાજમંદિર સર્કલ નજીક માહોલ પણ ગંભીર થઈ ગયો હતો.. આ ઘટનાને નજરે નિહાળનાર અને હુમલાનો ભોગ બનનાર શખ્સોએ વધુ વિગતો કેમેરા સમક્ષ આપી હતી.

Download Our B K News Today App



Related News