ડીસા તાલુકાના ભીલડી ગામે રસ્તામાં પાણી નાખવા બાટ મહિલા પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-21 11:17:24
  • Views : 246
  • Modified Date : 2022-04-21 11:17:24

ડીસા તાલુકાના ભીલડી ગામે રસ્તામાં પાણી નાખવા બાટ મહિલા પર હુમલો

 

ડીસા તાલુકાના ભીલડી ગામે રસ્તા પર પાણી નાખવા બાબતે મહિલા પર હુમલો કરવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને આજે લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ મારામારી જેવી ઘટનાઓને અજામ આપી રહ્યા છે.ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના ડીસા તાલુકાના ભીલડી ગામે થઈ હતી.જેમાં ભીલડીના પંચવટી સોસાયટીમાં રહેતા વર્ષાબેન ત્રિવેદીના પાડોશમાં રહેતા પ્રદીપભાઈ સોની થોડા દિવસ અગાઉ તેમના ઘર આગળ પાણી નાખવા બાબતે જઘડો થયો હતો તે વાતની અંગત અદાવત રાખી આજે ઘેવર સોની અને તેમના 2 પુત્રોએ વર્ષાબેનના પતિ મુકેશભાઈને અપશબ્દો બોલવાની શરૂવાત કરી હતી.જે બાદ મુકેસભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા ધેરવભાઈ અને તેમના 2 પુત્રોએ પથ્થર અને લાકડી વડે હુમલો કર્યો હતો.જે બાદ વર્ષાબેનના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ભીલડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.આ સમગ્ર ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.જે બાદ વર્ષાબેન ત્રિવેદીએ આ અંગે ઘેવરભાઈ સોની તેમજ તેમના 2 પુત્રો વિરુદ્ધ  ભીલડી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News