ડીસાના માલગઢ માં ચેકિંગ કરવા ગયેલી વીજ કંપનીની ટીમ પર હુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:41:53
  • Views : 246
  • Modified Date : 2022-06-23 11:41:53

 

 જુનિયર ઇજનેરે  પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવી

 ડીસા તાલુકાના માલગઢ ગામ વીજ મીટર ના ચેકિંગમાં ગયેલસસ વીજકંપની જુનિયર એન્જીનીયર સહિતની ટીમ પર હુમલો કરાયો હતો.જુનિયર એન્જીનીયરે પિતા-પુત્ર સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને લોકો આજે નજીવી બાબતમાં આવેશમાં આવી જઈ ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા નજરે પડી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની ની ડીસા ગ્રામ્ય કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર ઇજનેર શૈલેષભાઈ હરિભાઈ પટેલ (રહે. તિરુમાલા સોસાયટી,ડીસા. મૂળ રહે. દલવાડા, તાલુકો, પાલનપુર )મંગળવારે વહેલી સવારે પોતાની ટીમના માણસો દેવજીભાઈ છાપીયા, હરેશભાઈ ખંડવી તેમજ ડ્રાઈવર પ્રદીપભાઈ સાથે ડીસા તાલુકાના માલગઢ ગામે ચેકિંગમાં ગયા હતા. તેઓ ચેકિંગ કરતા હતા ત્યારે વિક્રમજી વરધાજી માળી ના મકાનમાં ચેકિંગ કરતા મીટરમાં જતા સર્વિસ વાયર માં પીળા રંગનો ટુકડો લગાવી એએમપી સોકેટ માંથી આંકડી મારેલી જણાઈ હતી.જેની લાઈન નો ચેક કરતા હતા ત્યારે વિક્રમ માળી અચાનક આવી જુનિયર ઇજનેર શૈલેષભાઇ ને ઢસડી ટોમી એગામીપોતાના ઘરમાં લઈ જવા બળપ્રયોગ કર્યો હતો અને તેમના પર હુમલો કર્યો હતો.જ્યારે આ દરમિયાન તેના પિતા વરધાજી માળી પણ આવી જતા તેઓએ પર લાઈનનો અને તેમને ભૂંડી ગાળો બોલી તેમના પર હુમલો કર્યો હતો તેમજ હવે પછી ફરી ચેકિંગમાં આવ્યા તો જાન થી મારી નાખવાની ધમકીઓ આપી હતી.જેથી આ અંગે જુનિયર ઈજનેર શૈલેષભાઇ પટેલે પોતાના ઉપરી અધિકારી એન.બી.શ્રીમાળીને જાણકારી તેઓ સાથે ડીસા તાલુકા પોલીસ મથકે આવી  હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર વિક્રમજી વરધાજી માળી તેમજ વરધાજી માળી બંને (રહે માલગઢ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News