સિદ્ધપુરમાં સ્પાઈનલ કોડ બીમારીથી પીડાતા યુવાનોને આપી આત્મવિશ્વાસની જિંદગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:36:51
  • Views : 386
  • Modified Date : 2019-08-31 11:36:51

ભારતમાં સરકાર વિકલાંગો અને દિવ્યાંગો માટે મદદ માટે કેટલી રાહત ફાળવણી કરતી હોય છે. જ્યારે સ્પાઈનલ કોડ એક એવી બીમારી છે જેમાં માણસ રોજ જીવન જીવવાના કામો નથી કરી શકતો. જેના કારણે તે હતાશ થઈ આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના સુલતાનપુર રહેવાસી ઈમરાનભાઈ કુરેશી પોતે આ પ્રકારના બીમારીથી પીડિત છે. જેઓએ આ બીમારીને હરાવી  જીવન જીવવાની નવી કળા શીખી છે. અને હાલમાં
પાટણના સિદ્ધપુર ખાતે આવેલ પેરેડાઇઝ વીલામાં સ્પાઈનલ કોડના પીડિત લોકોને વિનામુલ્યે જીવન જીવવાની કલા શીખવાડી રહ્યા છે. તેમને આ બીમારીથી પીડાતા લોકોની જિંદગી એક વ્હીલ ચેર પર છે. ત્યારે વ્હીલ ચેર પર પોતાની તમામ રોજિંદી પ્રકિયા કોઈપણ ના સહારા વગર કેવી રીતે કરવી તેમજ વ્હીલ ચેરમાં રોડ રસ્તા ખાડાઓ, તેમજ સીડીઓ ચડવી ઉતરવી અને કારમાં બેસવું કાર ચલાવવી, તેમજ વિવિધ સ્ટંટો સહિતની ટ્રેનિંગ આપી આત્મનિર્ભર બનાવ્યા.  
સ્પાઈનલ કોડ એક એવી ભયકંર બીમારી છે જેનો કોઈ ઈલાજ જ નથી. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે મોતને  હરાવી જીવન જીવવાની કળા શીખવાડવામાં આવી રહી છે. આ એક સાહસિક યુવાન ઇમરાન કુરેશીની જે હાલમાં બીમાર યુવાનોને તાલીમ
આપી રહ્યા છે. તેના જેવાજ
સ્પાઈનલ કોડની બીમારીથી ઝઝૂમી રહેલા ૧૧ લોકોને જીવન જીવવાની નવી કળા જેના થકી આ બીમારીનો ભોગ બનેલ લોકો આત્મવિશ્વાસ સાથે જીવી શકે પોતાની જિંદગી...આ યુવાન ઇમરાન દ્વારા વ્હીલ ચેર પર પોતાની દિવસની તમામ ક્રિયાઓ એકલા હાથે કરી શકે છે અને સાથે સાથે વ્હીલ ચેર પર અને કરતબો અને સ્ટન્ટ કરીને આત્મવિશ્વાસ જગાડ્યો છે.  
આવોજ એક કિસ્સો
સિદ્ધપુર શહેરના યુવાન વિજયસિંહ ઝાલાનો જોવા મળ્યો હતો. આજથી એક વર્ષ પહેલાં એપ્રિલ ૨૦૧૮ વિજયસિંહ ઝાલાનો અકસ્માત થયો હતો. જેમાં તેઓ
સ્પાઈનલ કોડનો ભોગ બન્યા. જેમાં તેઓને ડી-૧૨ અને એલ-૧ ની ઇન્જરી થઈ હતી જેના કારણે તેમને કમરમાં નીચેના ભાગના તમામ હિસ્સો કામ કરવાનો બંધ થઇ ગયો. ત્યારબાદ તેમને ફિઝિયોથેરાપી સહિત અનેકે દવાઓ કરી પરંતુ આ બીમારીનો કોઈ ઈલાજ ના હોવાથી તેઓ જિંદગીથી હતાશ થઇ ગયા હતા. ત્યારે યૂટ્યૂબના માધ્યમથી ઇમરાન કુરેશીનો સંપર્ક કર્યો અને ત્યારબાદ સિદ્ધપુરના દેથલી રોડ પર આવેલ પેરેડાઇઝ વીલમાં
કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાંથી પણ આ બીમારીથી પીડાતા લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો. આ તાલીમથી વિજયસિંહ ઝાલા સહિત બીમારીથી પીડાતા લોકોમાં જીવન જીવવાનો આત્મવિશ્વાસ જાગ્યો. આ ગંભીર બીમારી
સ્પાઈનલ કોડ એક એવી બીમારી છે જેમાં માણસ રોજ જીવન જીવવાના કામો નથી કરી શકતો. હાલમાં આ બીમારીની દુનિયામાં કોઈ દવા નથી જેના કારણે બીમારીથી
પીડાતા લોકો હતાશ થઈ આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે. ત્યારે ઇમરાન દ્વારા આ કેમ્પ થકી બીમારી સામે ઝઝૂમતા લોકોને તાલીમ આપી તેમનામાં આત્મવિશ્વાસ જગાડયો છે.
આ કેમ્પમાં જિંદગી જીવવાથી હતાશ થયેલા લોકોને ઇમરાન કુરેશી દ્વારા આ બીમારીને માત આપી આત્મનિર્ભર બની જીવન જીવવાની નવી કળા શીખવી રહ્યા છે. આ કેમ્પમાં આવેલા બીમાર લોકોમાં કેટલાંક અંશે આત્મવિશ્વાસ જાગ્યો છે. 

Download Our B K News Today App



Related News