પહેલાં ગંદા પાણીનો નિકાલ કરો પછી રોડ બનાવો ડીસાની મધુકુંજ સોસાયટીના રહીશોએ થાળી વગાડી પાલિકા ગજવી ઃ યુવકે આપી આત્મવિલોપનની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-23 11:56:40
  • Views : 429
  • Modified Date : 2020-06-23 11:56:40

 ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા વિસ્તારોની કરવામાં આવી રહેલી ઉપેક્ષાથી કંટાળીને સોમવારે આ વિસ્તારના એક રહીશો એકઠા થઇ થાળીઓ વગાડતા પાલિકા કચેરીએ
પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકે આગામી ૪૮ કલાકમાં પાલિકા દ્વારા આ વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહી આવે તો પાલિકા કચેરીમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કેટલાક વર્ષોથી ગટરના ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન છે. જેને લઈને આ વિસ્તારના રહીશો ત્રાસી ગયા છે. છેવટે સોમવારે સ્થાનિકો એકઠાં થઈ પાલિકા કચરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકાના સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે.. જેના લીધે વોર્ડ નંબર ત્રણની આસપાસના વિસ્તારની ગટરોનું પાણી તેમના વિસ્તારોમાં પ્રવેશી રહ્યુ છે. આ ગંદા પાણીના લીધે આ વિસ્તારની ગટરો  ઉભરાઇ જતા સતત દુર્ગંધ ફેલાઈ રહી છે. આ સમસ્યાને લઈ સ્થાનિક લોકોએ પાલિકા કચેરીમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં પાલિકા દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં ના આવી હોવાના લીધે લોકો અકળાઇ ઉઠ્‌યા હતા. જેમને ડીસા નગરપાલિકામાં થાળીઓ વગાડતા લેખિતમાં રજૂઆત કરી હતી. આ સમયે યુવાનો, મહિલાઓ, વૃધ્ધો અને બાળકો
પણ જોડાયા હતા. જોકે આ તમામ લોકો ડીસા નગરપાલિકા કચેરી
પર પહોંચ્યા ત્યારે તેમની રજૂઆત સાંભળવા માટે ના તો હાજર હતા પ્રમુખ કે ના ચીફ ઓફિસર. જેને લઈ હવે આ વિસ્તારના કમલેશભાઈ ઠક્કર નામના યુવાને પાલિકાની આ ઘોર ઉપેક્ષાથી તંગ આવીને આગામી ૪૮ કલાકમાં જો પાલિકા દ્વારા તેમના વિસ્તારની સફાઈ કરવામાં નહી આવે તો પાલિકા કચેરીમાં જ આત્મવિલોપન પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News