વાતાવરણમાં પલટા સાથે રાજકોટમાં વાદળો છવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-11 17:04:21
  • Views : 290
  • Modified Date : 2020-03-11 17:04:21

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.ત્યારે વહેલી સવારે જામનગર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. ત્યારે રાજકોટમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારમાં છાટાં પડ્યા હતા અને વાદળો છવાયા હતા.આમ ગયા અઠવાડીયે પણ વરસાદ પડ્યો હતો.ત્યારે ફરી માવઠાના પગલે પાકને નુકસાન જવાની ભીતિ સામે આવી રહી છે.આમ કમોસમી વરસાદી વાતાવરણને લઈ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.જામનગર શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું.માવઠું થતા ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીતિ પણ સર્જાઈ હતી તો વરસાદી ઝાપટાના પગલે માર્ગો પણ ભીના થતા વાહનચાલકોને મુશ્કેલીઓ સર્જાઈ હતી.ત્યારે શિયાળા પછી ઉનાળામાં પણ માવઠું થતાં ખેડૂતોની મુશ્કેલીમાં ફરીએકવાર વધારો થયો છે.આમ ઘઉં,જીરું અને ધાણા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News