ચંડીસરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 11:23:34
  • Views : 575
  • Modified Date : 2021-03-10 11:23:34

પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે મહિલાને સંતાન ન થતાં સાસરીયા દ્વારા મહેંણાટોંણા મારી શારિરીક માનસિક ત્રાસ આપતા હોઈ મહિલાએ મહિલાદિને જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર બનાવની વિગત પ્રમાણે વેડંચા ખાતે રહેતા કિર્તીભાઈ જેસુંગભાઈ ઠાકોર (વેડંચીયા) ને પાંચ સંતાન છે જેમાં એક દિકરો અને ૪ દિકરીઓ છે. સૌથી નાની દિકરી વસંતાબેનને ચંડીસર ખાતે રહેતા રાજુજી નાનજીજી ઠાકોર (ભાગળીયા) સાથે સમાજના રીતીરિવાજ મુજબ આજથી આઠ વર્ષ અગાઉ લગ્ન કરેલા હતા અને વસંતાબેનને લગ્નના થોડા સમય બાદ તેમના પતિ અને સાસુ દ્વારા તારે સંતાન નથી તેમ કહી મેણાંટાંણા મારતા અને શારિરીક અને માનસિક ત્રાસ ગુજારતા તેણીને તેના પતિ સાથે અણબનાવ રહેતો હોઈ  તેઓ રીસાઈને પિયર રહેવા આવ્યા હતા. ત્યારે તેમના
પિયરીયાના લોકો દ્વારા સમજાવટ કરીને તેમને ફરી સાસરી ચંડીસર ખાતે મોકલ્યા હતા. જે એક વર્ષથી ચંડીસર ખાતે સાસરીમાં રહેતા હતા ત્યારે સોમવાર સાંજના ચારેક વાગ્યાના સુમારે તેમના દિકરા પર ચંડીસર સરપંચ દેવેન્દ્રભાઈ છાપીયાનો ફોન આવેલો અને જણાવેલ કે તમારી બેન મરી ગયેલ છે. જેથી કિર્તીભાઈએ તેમના કુંટુંબીઓને વાત કરેલી અને બધા ભેગા મળીને ચંડીસર ખાતે ગયેલા. જ્યાં તેમની દિકરીના ઘરે જઈને જાેંતા તેના સાસરીયા કોઈ હાજર મળેલા નહી અને તેના ઘરની જાળી બંધ હોઈ તેને ખોલીને જાેતા તેમની દિકરી જમીન પર  સુતેલી હતી અને તેના શરીર પર ચાદર ઓઢાડેલી હતી. જેથી તેને દુર કરીને જાેતાં વસંતાબેન મરણ ગયેલ હાલતમાં હોઈ તેમના શરીર પર ગળે ફાંંસો ખાધેલ ઉઝરડાના નિશાન હતા. તેથી મહિલા પરિવારજનોએ ગઢ
પોલીસને બોલાવી અને તેણીના
પતિ અને સાસુ સામે તેમની દિકરીને માનસિક ત્રાસ આપીને મરવા માટે મજબુર કરાવા અંગેની ફરીયાદ નોંધાવી હતી. જે અંગેની ફરીયાદ ગઢ પોલીસે નોંધી મૃતક મહિલાની લાશને
પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડી ગઢ પીએસઆઈ સંજય ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે વિશ્વભરમાં સોમવારે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી ત્યારે મહિલાદિને જ ચંડીસરની
પરિણીતાએ સાસરીયાના ત્રાસથી જીવન ટુંકાવી દેતા સમગ્ર વિસ્તારમાં મહિલાના સાસરીયા સામે ફીટકારની લાગણી વરસી રહી છે.

Download Our B K News Today App



Related News