થરાદ પાસે નર્મદાની કેનાલમાં દંપતીએ આત્મહત્યા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 11:51:33
  • Views : 983
  • Modified Date : 2020-05-08 11:51:33

કોરોનાની મહામારી વચ્ચે એક દંપતીએ થરાદ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂકી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવના પગલે થરાદ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બંનેની લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
કોરોના વાયરસના કહેર વચ્ચે થરાદની મુખ્ય કેનાલમાં પતિ-પત્નિએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. જેમાં સાગર રબારી નામનો યુવક તેની પત્નિ સાથે ખેત મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. તે દરમિયાન વહેલી સવારે અગમ્ય કારણોસર આ બંને પતિ-પત્નિએ એકબીજાના હાથ એકબીજાથી બાંધી દઈ નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ, સ્થાનિક તરવૈયા સુલતાન મીર સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બંને મૃતકોની લાશને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી હતી. આ બંને પતિ-પત્નિએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. પરંતુ એક ના એક દીકરાએ પત્નિ સાથે આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો હતો.

Download Our B K News Today App



Related News