કંસારી ગામમાં બે પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-12 12:07:40
  • Views : 765
  • Modified Date : 2020-05-12 12:07:40

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કંસારી ગામના એક ખેતરમાં બે પ્રેમીપંખીડાઓએ આંબાના ઝાડની ડાળી ઉપર લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
સમગ્ર ભરતભરમાં કોરોના વાયરસને પગલે લોકડાઉન છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના કિસ્સાઓમાં કોઈ જ ઘટાડો નોંધાયો નથી. ત્યારે વધુ એક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ડીસા તાલુકાના કંસારી ગામના એક ખેતરમાં બે પ્રેમીપંખીડાઓએ આંબાના ઝાડની ડાળી ઉપર લટકી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જ્યારે છોકરી અને છોકરો બંને રાજસ્થાનના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મરનાર પવીબેન મદદરૂપભાઈ(કોળી) ઠાકોર ઉં.વ. ૧૬ ગામ ફાગળીયા રાજસ્થાન અને લાલો આયદાનજી(કોળી) ઠાકોર ઉં.વ. ૨૧ ગામ બામણલા તા.બાડમેર વાળો હોવાનું જાણવા મળ્યું છે અને છોકરો છોકરી માસીના છોકરાઓ હોય ભાઈ બહેન થાય છે. તેમજ છોકરીના પિતા કંસારી ગામમાં ધીરાજી ખેમાજીના ભાગીયા તરીકે બાજરીનું વાવેતર કર્યું હતું. વધુમાં લાશોને ઝાડ પરથી ઉતારી ડીસા રૂરલ પોલીસ દ્વારા પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News