સહકારનું રાજકારણ ગરમાયું ઃ છાપી દૂધમંડળીના સભાસદએ આપી આત્મવિલોપનની ચિમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:02:24
  • Views : 344
  • Modified Date : 2020-07-09 11:02:24

બનાસડેરીની  આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે  પ્રતિનિધિના તળાવ ની પ્રÂક્રયા શરૂ થઇ છે જેમાં છાપી દૂધ મંડળીમાં લખો પડી ગયો છે જ્યાં પ્રતિનિધિ ના ઠરાવને  લઇ ચેરમેન અને મંત્રી લઈને જતા રહેતા બહુમતી સભ્યોએ રજિસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી છે જ્યારે એક સભાસદે આત્મવિલોપનની ચીમકી આપી ન્યાય આપવાની માગણી કરી છે.
વડગામના છાપીમાં બનાસ ડેરીની ચૂંટણીને લઈ સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અહીંની  દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રતિનિધિના ઠરાવને લઇને ડખો ઉભો થવા પામ્યો છે. છાપી દૂધ મંડળીના છ સભ્યો ઠરાવના દિવસે છાપી મંડળી ખાતે હાજર રહ્યા હતા. આ મંડળીના ચેરમેન અને મંત્રી સાથે પાંચ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી ઉપÂસ્થત તમામ સભ્યોએ ચેરમેન મંત્રી સાથે પાંચ સભ્યો ઠરાવબુક લઇને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો હતો. ચેરમેન મંત્રીને સામા પક્ષે બહુમતી હોવાના ડરથી તેમની ધારણા પ્રમાણે ઠરાવ થાય તેમ ન હોવાથી હાજર રહ્યા ન હતા. ત્યારે સામા પક્ષે છ સભ્યોની બહૂમતી હોવાથી ગામના
સરપંચ અને તલાટીને ડેરી ખાતે બોલાવીને પંચનામું કરાવીને બહુમતી સભ્યોએ દલજીભાઇ હીરાભાઈ પટેલના નામનો પ્રતિનિધિ તરીકે ઠરાવ કરાયો હતો.બુધવારના રોજ તમામ છ સભ્યોએ સોગંદનામું કરીને બનાસડેરી અને જિલ્લા રજીસ્ટ્રારને બહુમતીથી કરાયેલા ઠરાવને માન્ય રાખીને ન્યાય અપાવવા તેમજ ચેરમેન મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવા  રજૂઆત કરી છે.જ્યારે દૂધ મંડળીના એક સભાસદ ચૌધરી હરેશભાઇ કરસનભાઈ દ્વારા ન્યાય ન મળે તો તા ૧૫ જુલાઇ'૨૦ના રોજ છાપી દૂધ મંડળીના મકાન સામે સવારે ૯ વાગે  આત્મવિલોપન કરવાની ચિમકી આપતા સહકારી ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે.  

Download Our B K News Today App



Related News