નવ વર્ષની દિકરીનો જુસ્સો તો જુઓ! ટ્રાયલ વેક્સિન લેવા પરિવાર સાથે સોલા સિવિલ પહોંચી ગઈ, ઉંમરને લીધે વેક્સિન ન મળતા ઝળઝળિયા આવી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-27 15:25:27
  • Views : 344
  • Modified Date : 2020-11-27 15:26:23

       કોરોના વેક્સિન ટ્રાયલ માટે હવે લોકો પરિવાર સાથે પણ આવે છે. તેમાં આજે એક 9 વર્ષની દીકરી નતાશા પણ વેક્સિન લેવા માટે આવી હતી. તેણે પણ માતા-પિતાની જેમ સમાજ માટે યોગદાન આપવા માટે વેક્સિન લેવા તૈયારી બતાવી હતી. પરંતુ ટ્રાયલ વેક્સિન ગાઈડલાઈન મુજબ તેને વેક્સિન અપાઈ શકે તેમ ન હતી. પોતે ટ્રાયલમાં નહીં જોડાઈ શકે તે જાણીને બે ઘડી તો નતાશાની આંખમાં ઝળઝળિયા આવી ગયા હતા.કોરોના ટ્રાયલ વેક્સિન માટે વોલેન્ટિયરની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. વોલેન્ટિયર કન્સર્ન ફોર્મ ભરાયા બાદ તેમને ટ્રાયલ વેક્સિન આપવામાં આવી હતી. આજે વેક્સિનની ટ્રાયલમાં જોડાવા માટે 50 જેટલી ટેલિફોનિક ઇન્કવાયરી આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 7 જેટલા લોકોનું પરીક્ષણ પૂર્ણ કરીને વેક્સિન આપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જીતેન્દ્ર પ્રજાપતિ નામના વેપારી પણ વેક્સિન ટ્રાયલમાં જોડાવા માટે આવ્યા હતા. પરંતુ તેમને અગાઉ કોરોના થયો હોવાથી તેઓ ગાઈડલાઈન મુજબ ટ્રાયલ વેક્સિન લઈ શક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, તેમના ભાઈ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો વેપાર કરે છે. તેમણે હવે પોતાના તમામ વેપારી મિત્રોને ટ્રાયલ વેક્સિન માટે જાણ કરી પ્રોત્સાહન આપ્યું છે. બીજી તરફ તેઓ પોતે અને તેમના પત્ની પણ ટ્રાયલ વેક્સિન લેવા આવ્યા છે. જેમની સાથે તેમની દીકરી પણ વેક્સિન લેવા માટે પહોંચી હતી.સોલા સિવિલના મેડિસિન વિભાગમાં કોરોનાનાં ટ્રાયલ વેક્સિન રૂમમાં બે ફ્રીજ કોલ્ડ સ્ટોરેજ માટે રાખવામાં આવ્યા છે. જેમાં પીળા કલરના ફ્રિજમાં 2 થી 8 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેઈન કરવામાં આવે છે. જેમાં આત્મનિર્ભર વેક્સિન આપવામાં આવે છે. બીજી તરફ સફેદ ફ્રીજમાં સેમ્પલ રાખવામાં આવે છે, જેનું ટેમ્પરેચર માઇનસ 20 ડિગ્રી મેઇન્ટેન કરવામાં આવે છે.

    કોરોનાના વધતા કેસ સામે હવે માત્ર વેક્સિન જ આશરો બની છે, એમાં પણ ઘણી વેક્સિન હજી ટ્રાયલ તબક્કામાં છે, જે પૈકીની એક વેક્સિનની ટ્રાયલ ગુરુવારે સવારથી સોલા સિવિલ ખાતે શરૂ કરવામાં આવી હતી. હાલ ભારત બાયોટેકની આત્મનિર્ભર વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે. લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે, જે માટે ખાસ સિક્યોરિટી રાઉન્ડ ધ ક્લોક ગોઠવવામાં આવી છે.આ સમગ્ર બાબત અંગે વેક્સિન ટ્રાયલ કમિટી સાથે જોડાયેલા પેનલ મેમ્બરે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે, હાલ હાઇ સિક્યુરિટી ઝોનમાં ટ્રાયલ વેક્સિન રાખવામાં આવી છે. આ વેક્સિન ગુરુવાર સવારથી વોલેન્ટિયરને આપવામાં આવી રહી છે.સૂત્રોએ વેક્સિન ટ્રાયલ વિશે જણાવ્યું હતું કે, આ વેક્સિન નથી પણ ટ્રાયલ વેક્સિન છે, જેથી કદાચ તેની અન્ય અસર પણ થઈ શકે છે. આ ટ્રાયલ વેક્સિન પહેલા તંદુરસ્ત લોકોને જ આપવામાં આવશે. વોલેન્ટિયરની સહમતી મળ્યા બાદ સામાન્ય પેપર વર્ક પણ કરવામાં આવે છે. ત્યારબાદ તેને અન્ય કોઈ બીમારી કે ગંભીર બીમારીની હિસ્ટ્રી પણ ચેક કરવામાં આવે છે ત્યારબાદ ટ્રાયલ વેક્સિન આપવામાં આવે છે.એક વખત વોલેન્ટિયર નક્કી થઈ જાય બાદમાં તેને ઇન્જેક્શન દ્વારા અન્ય વેક્સિનની જેમ જ વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ ટ્રાયલ રૂમમાં એક કલાક સુધી તેને ત્યાં જ રાખવામાં આવશે અને જો તેને કોઈ રિએક્શન ન આવે તો તેને જવા દેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ અહીં ઓબ્ઝર્વેશનમાં રહેવા માંગે તો તેના અંગે વિચાર કરવામાં આવશે. ત્યારબાદ 7 દિવસ બાદ ફરી ટ્રાયલ માટે આજ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.


Download Our B K News Today App



Related News