પશુદાણ મામલે આત્મનિર્ભર બની બનાસ ડેરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 12:08:29
  • Views : 846
  • Modified Date : 2020-05-31 12:08:29

બનાસકાંઠાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે. જિલ્લાના પશુપાલકોની સૌથી મોટી માંગ પશુધન માટે દાણની હોય છે. હવે પશુદાણ માટે એશિયાની સૌથી મોટી બનાસડેરી આત્મનિર્ભર બની છે. બનાસડેરી સંચાલિત કાતરવા પ્લાન્ટ તેમજ
પાલનપુર પ્લાન્ટમાં હવે દૈનિક ૩૫,૦૦૦ બોરીનું દાણ
ઉત્પાદન થતાં હવે પશુપાલકોને
પૂરતા પ્રમાણમાં દાણ મળી રહેશે.
બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળના માર્ગદર્શન હેઠળ કાતરવા સ્થિત દાણ પ્લાન્ટની ક્ષમતા વધારવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું. બનાસ ડેરીનો કાતરવા પ્લાન્ટ પહેલા દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન પશુદાણનું ઉત્પાદન કરી શકતો હતો. જે હવે વિસ્તૃતીકરણ થતા દૈનિક ૧૮૦૦ મેટ્રિક ટન પશુદાણ
ઉત્પાદન કરશે. ચેરમેન શંકરભાઈ ચૌધરીને પશુપાલકો દાણ માટે વારંવાર રજૂઆત કરતા હતા. જિલ્લાના ગ્રામીણ સ્તરે પશુપાલકોની દાણની વધતી જતી માંગને પહોંચી વળવા બનાસડેરીના નિયામક મંડળ કાતરવા પ્લાન્ટની ક્ષમતા વધારાની કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી પૂર્ણ થતા હવે બનાસ ડેરીનો પાલનપુર તેમજ કાતરવા પ્લાન્ટ મળી દૈનિક ૨૪૦૦ મેટ્રિક ટન પશુદાણ ઉત્પાદન કરી શકશે. એટલે કે જિલ્લામાં હવે દૈનિક ૩૫,૦૦૦ પશુદાણની બોરીનું ઉત્પાદન થઈ શકશે. જેના કારણે
પશુપાલકો માટે હવે બહારથી દાણ લાવવાની જરૂર નહી રહે.
કાતરવા ખાતે વિસ્તૃતીકરણ બાદ પ્લાન્ટની ક્ષમતા ૧૦૦૦ મેટ્રિક ટનમાંથી ૧૮૦૦ મેટ્રિક ટન થઇ ગઈ છે અને તે પણ રેકોર્ડબ્રેક ૧૦ મહિનાના ટૂંકા સમયગાળામાં. જો આ પ્રકારનો નવો પ્લાન્ટ બનાવવામાં આવે તો તેની પાછળ આશરે ૨૦૦ કરોડ જેટલો ખર્ચ થાય. જ્યારે પ્લાન્ટ બનતા અંદાજીત ૨ થી ૩ વર્ષનો સમય લાગે. પરંતુ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના કુશળ નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના કારણે કાતરવાના ચાલુ પ્લાન્ટમાં જ અપગ્રેડેશન પ્લાન્ટનું કામકાજ એક પણ દિવસ બંધ રાખ્યા વગર કરવામાં આવ્યું. જેના કારણે પશુપાલકોને અન્ય ડેરી ઉદ્યોગો પર દાણની આશા રાખવી પડતી હતી તે સંપૂર્ણપણે બંધ થશે. હવે બનાસડેરી જિલ્લાના તમામ પશુપાલકોને તેમની માંગણી અનુસાર દાણ આપી શકશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે આત્મનિર્ભર અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે બનાસ ડેરીએ આ અભિયાનને સાર્થક કર્યું છે. બનાસડેરી દાણ મામલે આત્મનિર્ભર બનતા જિલ્લાના પશુપાલકોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. ઉત્તમ ગુણવત્તાવાળું દાણ ઘર આંગણે મળતા જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.

Download Our B K News Today App



Related News