બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયા સમયે વડગામ તાલુકામાં બનેલી ઘટના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીનો આત્મહત્યાનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:34:05
  • Views : 881
  • Modified Date : 2020-10-03 11:34:05

બનાસ ડેરીની ચૂંટણી મામલે વડગામ તાલુકાના ઇકબાલગઢ દૂધ મંડળીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કરી હોવાની ઘટના સામે આવી છે. વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ પટેલને વોટ આપવા વારંવાર ધમકી આપતા હોવાથી માનસિક ત્રાસથી કંટાળીને ડેરીના મંત્રીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની સ્યુસાઇડ નોટ પણ તેમની પાસેથી મળી આવી છે. જોકે અત્યારે બંને પક્ષ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે તપાસ થાય ત્યારબાદ જ સાચી હકીકત સામે આવશે.
એશિયાની સૌથી મોટી અને ૧૨ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી બનાસ ડેરીની સત્તા મેળવવા માટે ઉમેદવારો શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યા છે. જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ પણ બનાસ ડેરીના ડિરેક્ટર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડગામ તાલુકાના ઈકબાલ ગઢ દૂધ મંડળીના મંત્રી લવજીભાઈ ચૌધરીને પણ તેમના તરફી મતદાન કરવા માટે વારંવાર દબાણ કરી રહ્યા હતા. આખરે લવજીભાઈ ચૌધરી તેમને વશ ન થતા તેમની મંડળીનું પેમેન્ટ રોકી દઈ તેમની સામે કાર્યવાહી કરવાની ધમકીઓ આપતા કંટાળેલા લવજીભાઈ ચૌધરીએ મોડી રાત્રે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બનાવને પગલે લવજીભાઈ ચૌધરીના સગા સંબંધીઓએ તેમની હાલત ગંભીર થતા તેમને સારવાર અર્થે પાલનપુરની ખાનગી આઇસીયુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. લવજીભાઈ
પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં વડગામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા દિનેશ ભટોળ અને બનાસ ડેરીના સાતથી આઠ માણસો તેઓને વારંવાર બનાસ ડેરીમાં બોલાવી વોટ આપવા માટે દબાણ કરતા હતા અને તેઓ વશ ન થતા તેઓને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી તેમને ડેરીનું પેમેન્ટ અટકાવી દેતા આખરે કંટાળેલા લવજીભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઇડ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
બનાસ ડેરીની ચૂંટણીમાં અત્યારે ધમાસાણ ચાલી રહ્યુ છે અને દિનેશભાઈ ભટોળ ડિરેક્ટર બનવા માટે દબાણ ઊભું કરી માનસિક ત્રાસ આપતા લવજીભાઈ ચૌધરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેઓ હાલમાં સારવાર હેઠળ છે અને હજુ ભાનમાં નથી આવ્યા, ત્યારે ભાનમાં આવ્યા બાદ
પોલીસ સમક્ષ શું નિવેદન આપે છે તે બાદ જ આગળની કાર્યવાહી થશે. જો લવજીભાઈ તેમની સુસાઇડ નોટ પ્રમાણે જવાબ લખાવશે તો ચોક્કસ બનાસ ડેરીના કર્મચારીઓ સહિત દિનેશભાઈ ભટોળ સામે
કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Download Our B K News Today App



Related News