સુઇગામના ભટાસણાના યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:22:41
  • Views : 580
  • Modified Date : 2019-08-30 12:22:41

સરહદી સુઇગામ તાલુકાના ભટાસણા ગામમાં દલિતો અને બ્રાહ્મણો વચ્ચે જાતિગત
ટીપ્પણીને લઈ વિવાદ થતાં સામસામી ફરિયાદો નોંધાયા બાદ ગામના એક દલિત યુવકની શંકાસ્પદ હાલતમાં લીમડાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી જોઈ ઘટનાને પગલે વિશાળ સંખ્યામાં દલિતો એકત્ર થઈ ગયા હતા.  બ્રાહ્મણો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા દબાણ કરતા હોઈ જિલ્લા પોલીસ વડા,થરાદ
એ.એસ.પી.સહિત સુઇગામ
પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિને નજરે નિહાળી લાશને ઉતારી જરૂરી કાર્યવાહી બાદ અગ્રણીઓ સાથે સલાહ મસલત કરી મરણ જનાર યુવકે જાતે ગળે ફાંસો ખાધો હોઈ  સુઇગામ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરતાં મામલો થાળે
પડયો હતો.
બનાવની વિગત મુજબ થોડાં સમય પહેલા ધરમસી ધાપા નામના દલિત યુવકે બ્રહ્મ સમાજ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી કરી હોઈ, સુઇગામ તાલુકાના ભટાસણા ગામના એક યુવકે તેની સાથે માફી મંગાવતો અને દલિત સમાજ વિરુદ્ધ ખરાબ બોલેલ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા આ અને બેણપ અને ભટાસણાના દલિત યુવાનો અને બ્રહ્મ સમાજના યુવાનો વચ્ચે માથાકૂટ થતાં સામસામી ફરિયાદો નોંધાઇ હતી. જ્યારે ઉકળતા ચરુ વચ્ચે બુધવારની રાત્રીએ ભટાસણા જયદેવભાઈ બ્રાહ્મણના ખેતરમાં ભાગીયા તરીકે મજુરી કરતા વિભાભાઈ  વણોલનો ૧૮ વર્ષનો પુત્ર રમેશ ખેતરમાં લીમડાના ઝાડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળતાં ઘટનાને પગલે દલિત સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.  રમેશનું બ્રાહ્મણોએ મોત નિપજાવી ઝાડે લટકાવી દીધાનો આક્ષેપ કરતા હતા. બનાવની ગંભીરતાને
પગલે જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ, થરાદ
એ.એસ.પી.અજિત રાજ્યાણ, સુઇગામ પી.એસ.આઈ.અને
પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવેલ અને સ્થળ તપાસ કર્યા બાદ લાશને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી કરી સુઇગામ રેફરલમાં પી.એમ.અર્થે મોકલેલ અને દલિત સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા મસલત કરી આખરે મૃતક રમેશભાઈ ગજાભાઈ વણોલના કૌટુંબિકની ફરિયાદ આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણો અને દલિતો વચ્ચે જાતિગત ટિપ્પણીઓના પરિણામે સામાજિક ટકરાવ તો હતો જ, જેમાં આ ઘટના ઘટી. પરંતુ પોલીસે સત્ય ચકાસણી કરી એ.ડી.દાખલ કરતાં મોટો વિવાદ ટળ્યો છે.

Download Our B K News Today App



Related News