ધાનેરામાં યુવાનની આત્મહત્યા કે હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 11:03:09
  • Views : 410
  • Modified Date : 2019-08-22 11:03:09

થરાદ તાલુકાના મેધપુરા ગામના સેધાભાઈ ઠાકોર નામક યુવાન ધાનેરામાં એક ટાયર
પંચરની દુકાનમાં નોકરી કરતો હતો.  પણ સવારે જ રૂમમાં ગળે દોરડું બાંધેલી હાલતમાં લાશ મળતા પરિવારજનોને જાણ કરતા દોડી આવ્યા હતા.
પરિવારે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતકની લાશને ધાનેરા રેફરલ હોસ્પિટલ
પી.એમ. અર્થે મોકલી હતી.
પણ પરિવારના લોકોએ આ બાબતે શંકા વ્યક્ત કરતા આ મોતનું રહસ્ય અકબંધ રહેવા
પામ્યું છે. પરિવારજનોએ મૃતકની લાશનું પી.એમ. કરવાની ના પાડતા ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે મૃતકની લાશ પડી રહેવા પામી છે.  
ઠાકોર સમાજના અનેક આગેવાનો અને લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે. હાલ તો આ આશાસ્પદ યુવાનના મોતને લઈને અનેક તર્ક વિતર્ક ફેલાઈ જવા પામ્યા છે.

Download Our B K News Today App



Related News