શામળાજીમાં બેન્કોના એ.ટી.એમ. શોભાના ગાંઠિયા સમાન બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:48:43
  • Views : 254
  • Modified Date : 2021-03-24 11:48:43

શામળાજીમાં બેેન્કના કામે આજુબાજુના ગામડાઓમાંથી રોજના મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. બેન્કોમાં મોટી લાઈનો લાગે છે તેથી પૈસા
ઉપાડવા આવતા આખો દિવસ લાગી જાય છે. બેન્કોના એ.ટી.એમ. બંધ હોવાને કારણે બજારમાં વેપારીઓના ધંધામાં
પણ અસર જાેવા મળે છે.
યાત્રાધામ શામળાજીમાં આવેલ એચ.ડી.એફ.સી. તથા  બેન્ક ઓફ બરોડાના એટીએમ છેલ્લા કેટલાક મહિનાઓા્‌થી બંધ હાલતમાં હોવાને કારણે બેન્કમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને પૈસા ઉપાડવા માટે કલાકો સુધી લાઈનનોમાં ઉભા રહેવાનો વારો આવતો હોય છે. જેને  કારણે તેમને પૈસા જલ્દી ના મળતા અગત્યના કામો પણ તો બેન્કના એટીએમ બંધ હોવાથી તેની અસર બજારના વેપારીઓના ધંધા ઉપર પડે છે. જેથી વેપારીઓ પણ આ
એટીએમ બંધ હોવાથી પરેશાન છે. વારંવાર મીડિયામાં આવવા છતાં પણ બેન્કના અધિકારીઓ આ એટીએમ ચાલુ કરાવતા નથી. તો એટીએમ બંધને કારણે આમ પબ્લિકને પડતી મુશ્કેલીને ધ્યાનમાં લઇ જલ્દીથી એટીએમ ચાલુ થાય તેવી પ્રજાની માંગ છે.

Download Our B K News Today App



Related News