અટલાદરા BAPS મંદિરમાં ભગવાનને વાનગીઓના અન્નકૂટથી વર્લ્ડ રેકોર્ડ સર્જાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 14:13:02
  • Views : 372
  • Modified Date : 2019-10-22 14:13:02

28 ઓક્ટોબર,નૂતન વર્ષારંભના દિવસે અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે 3500 વાનગીઓનો અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને ધરાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવશે. આ પહેલા અમેરિકાના શિકાગો BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે 10 વર્ષ પહેલા 2800 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શિકાગો બાદ હવે વડોદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અન્નકૂટમાં વર્લ્ડ રેકોર્ડ સર્જશે. ઉલ્લેખનીય છે કે, મંદિરમાં અન્નકૂટની વાનગીઓ બનાવવા માટે હજારો લિટર ઘી, ગોળ, ખાંડ, લોટ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ફેકટ ફાઇલ 30, 000 ચોરસ ફુટનો મંડપ તૈયાર કરાયો,3500 વાનગીઓ તૈયાર કરવામાં આવી, 1500 બહેનો સવારે 10થી સાંજના 6 વાનગીઓ બનાવે છે, 800 યુવાનો રાતે 8થી 3 સુધી વાનગીઓ બનાવે છે, 15 દિવસથી રોજ 15 કલાક વાનગીઓ બનાવાય છે

Download Our B K News Today App



Related News