આખલો વચ્ચે આવી જતા એટિકા ગાડી પલટી ખાધી હતી જેમાં એકનું મોત 4 ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 10:52:15
  • Views : 363
  • Modified Date : 2022-05-23 10:52:15

 

ડીસાના લોરવાડા પાસે હાઈવે પર અચાનક આખલો આવી જતા એટિકા ગાડીના ચાલકે આખલાને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં એટીકા ગાડી પલ્ટી ખાતા ગાડીમાં સવાર એક નું મોત તેમજ અન્ય ચાર લોકો ઇજા ગ્રસ્ત થયા હતા..

 

 

બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે રખડતા ઢોરોને નિયંત્રણ કરવા માટે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્ર ને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી રખડતા ઢોરોને નિયંત્રણ કરવામાં આવ્યા નથી અને જેના કારણે અવારનવાર રખડતા ઢોરોના કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને આ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે ડીસાના લોરવાડા પાસે હાઈવે પર થી પસાર થઇ રહેલ અેટીકા ગાડી ના વચ્ચે અચાનક આંખલો આવી જતા ગાડીના ચાલકે આખલાને બચાવવા જતા ગાડી પલટી ખાધી હતી જેમાં એટીકા ગાડીમાં સવાર ફોરણા ગામના એક શખ્સનું મોત થયું હતું. તેમજ અન્ય ચાર લોકોને ઇજા પહોંચી હતી ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં  ફોરણા ગામના એક શખ્સનું મોત થયું હતું તેના મૃત દેહ ને ડીસા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાઇ હતી.

Download Our B K News Today App



Related News