અંબાજી મંદિર ખાતે આઠમ હવનની પૂર્ણાહૂતિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 11:51:20
  • Views : 335
  • Modified Date : 2020-10-26 11:51:20

શક્તિ ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે, અંબાજી ખાતે હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે પરંતુ કોરોના કહેરના લીધે મંદિરના ચાચરચોકમાં ગરબા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પરંતુ મંદિર રાત્રીના ૧૧ વાગે સુધી ખુલ્લુ રખાયું છે. શનિવારે આઠમ હોઈ વહેલી સવારે ૬ વાગે મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરની હવન શાળામાં આઠમ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજવી પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને બપોર બાદ હવનની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.
અંબાજી શક્તિપીઠ ખાતે હાલમાં આસો નવરાત્રી દરમિયાન મંદિરનો દર્શન સમય રાત્રીના ૧૧ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે આ કારણે ભક્તોની ભીડ એકઠી થતી નથી અને ભક્તોને આરામથી માતાજી ના દર્શન થઈ જાય છે, મંદિર ટ્રસ્ટની કામગીરી પણ ઘણી સુંદર રહી છે. દાંતા રાજવી પરિવારના હસ્તે આઠમ હવનની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી અને માતાજીની આરતી કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગે મંદિર
પરિસરમાં ઝવેરાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.  અંબાજી મંદિરના ચેરમેન આનંદ પટેલ ગબ્બર ખાતે પોતાના પરિવાર સાથે હવનમાં  જોડાયા હતા. જ્યારે અંબાજી મંદિર ખાતે એસ.જે.ચાવડા, સવજીભાઈ પ્રજાપતિ, દેવાંગભાઈ ઠાકર, આંશુલભાઈ પાઘ્યા, જી.એલ. પટેલ, સતીષ ગઢવી સહિતના અધિકારીઓ અને મહારાજ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News