વિદાયની વેળાએ હૃદય ભરાઈ આવે છે ને જીભ ઉપડતી નથી, થશે બધી વાત ફરી મળીશું ત્યારે’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 12:34:52
  • Views : 503
  • Modified Date : 2020-11-10 12:34:52

            ફાધર વાલેસે જ્યારે ગુજરાતને અલવિદા કહી ત્યારે આ શબ્દો કહ્યા હતા. આજે તેમની વિદાય બાદ આ જ લાગણી ફાધરના વાચકો, વિદ્યાર્થીઓ અનુભવી રહ્યા છે. માત્ર 24 વર્ષની વયે 1949માં ભારત આવ્યા બાદ મદ્રાસ, મુંબઈ થઈને અમદાવાદમાં જીવનનો માતબર સમય ગાળનાર ફાધર વાલેસને ‘સવાઈ ગુજરાતી’ તરીકે ગુજરાતની પેઢીઓ યાદ રાખશે. ફાધરે સદેહે આપણી વચ્ચેથી વિદાય લીધી છે પણ ગુજરાતીઓ માટે તેઓ ‘હતા’ નહીં પણ ‘છે’ એમ જ કહેવાશે. તેનું કારણ ગુજરાતમાં ગાળેલા મૂલ્યવાન વર્ષો દરમ્યાન ફાધરે અત્યંત સરળ, તટસ્થ અને લાગણીની તરબતર સર્જેલું સાહિત્ય છે. લોકશિક્ષક ફાધર વિશે દિવ્ય ભાસ્કરની વિશેષ પ્રસ્તુતિ‘નવયુવાન! વિદ્યાર્થીભાઈ! તમારેને મારે કેટલુંય હજૂ કહેવાનું હતું. મનમાં ને હૃદયમાં કેટલીયે વાતો રહી જાય છે! વિદાયની વેળાએ હૃદય ભરાઇ આવે છે ને જીભ ઉપડતી નથી. પણ થશે બધી વાત...ફરી મળીશું ત્યારે!’ આ રીતે જાણે ફાધર વાલેસે પોતાની જ વિદાય લખી હતી. અંતે તેમણે પણ ‘શબ્દ લોક’થી ‘સ્વર્ગ લોક’ની સફર આદરી. તેઓ ગુજરાતી નહોતા પણ સવાયા ગુજરાતી હતા. ફાધર વાલેસ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા. થોડા દિવસ અગાઉ ચોથી નવેમ્બરના રોજ 95 વર્ષ પૂરાં કરીને 96મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. 1990માં માતાની સેવા કરવા વતન જવા માટે ગુજરાત છોડ્યું હતું અને માદરે વતન મેડ્રિડ (સ્પેન)માં રહેતા હતા. ફાધર વાલેસ 10 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. સ્પેનિશ આંતરવિગ્રહમાં ઘર છૂટી ગયું હતું. અને ચર્ચમાં શરણાર્થી રહ્યા હતા. 15 વર્ષે દીક્ષા લીધી અને 1949માં ભારત આવ્યા. 1973માં અમદાવાદની પોળોમાં વિહારયાત્રાની શરૂઆત કરી અને પરિવારો સાથે ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા. ગુજરાતીમાં તેમણે 70થી વધુ અદભૂત પુસ્તકો આપ્યા હતા.

Download Our B K News Today App



Related News