દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ 43 બસો મુકવામાં આવતા ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો રઝળી પડયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 11:14:04
  • Views : 226
  • Modified Date : 2022-06-18 11:14:04

દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ 43 બસો મુકવામાં આવતા ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો રઝળી પડયા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતેથી 43 બસો મુકવામાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે છે તેને લઇ સમગ્ર ગુજરાતમાં લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વતની હોવાના કારણે તેમના આગમનને લઇ ગુજરાતના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને તેમના સ્વાગત માટે સમગ્ર ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો પહોંચશે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ બનાસકાંઠા જિલ્લાની 250 જેટલી બસ મૂકવામાં આવી છે જે અંતર્ગત ડીસાના નવા બસ સ્ટેન્ડ ખાતે પણ 43 જેટલી બસો મુકવામાં આવતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ભારે હાલાકી ભોગવવી પડી હતી ડીસા ના નવા બસ સ્ટેન્ડ ખાતે આજે વહેલી સવારથી જ બસ ની સુવિધા ન હોવાના કારણે મુસાફરો એ કલાકો સુધી બસ સ્ટેન્ડ ખાતે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મુસાફરોએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેમના આગમનને લઇ જે બસો મુકવામાં આવી છે તેની સામે મુસાફરો અને વિદ્યાર્થીઓ સારી રીતે મુસાફરી કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ.

 

આ અંગે ડીસા ડેપો સંચાલકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની 250 જેટલી બસો તેમના આગમનને લઇ મૂકવામાં આવી છે. જેની સામે હાલ ૪૦ જેટલી બસો અમારા દ્વારા નવા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો અને વિધાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રાખવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News