ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ chc સેન્ટર ખાતે ભીડલી સહિત આજુબાજુ ના દર્દીઓ સારવાર અર્થે આવે છે પણ ખુદ chc સેન્ટર જ બીમાર હાલત માં જોવા મળ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:04:56
  • Views : 163
  • Modified Date : 2022-07-04 11:04:56

ભીલડી chc સેન્ટર ગંદકી માં કરકાવ, 108 કાદવ કીચડ માં ફસાઈ.

 

 

ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ chc સેન્ટર ખાતે ભીડલી સહિત આજુબાજુ ના દર્દીઓ સારવાર અર્થે આવે છે પણ ખુદ chc સેન્ટર બીમાર હાલત માં જોવા મળ્યું.

શિહોરી ખાતેની 108 ભીલડી chc સેન્ટર ખાતે પેસેન્ટ મુકવા આવી હતી પરંતુ chc સેન્ટર ની બહાર અને અંદર ગંદુ પાણી અને વરસાદી પાણી ભરાતા 108 ભરાઈ જવા પામી હતી 108 ના કર્મચારીઓ ભારે જહેમત બાદ 108ને બહાર નીકાળી હતી, અને પેસેન્ટને મૂકી પરત શિહોરી રવાના કરી હતી, પરંતુ પેસેન્ટને વધુ સારવારની જરૂરિયાત હોવાથી ડીસા રીફર કરવાનું હોવાથી ભીલડી 108ને જાણ કરાતા ટિમ chc સેન્ટર ખાતે આવી હતી પરંતુ પેસેન્ટને લેવા અંદર જઈ શકે તેમ હોવાથી પેસેન્ટને chc સેન્ટરમાંથી સ્ટ્રેચર પર બહાર લવાયું હતુ અને 108 દ્વારા દર્દીને ડીસા રીફર કરાયું હતું, જોકે વરસાદ તો બે દિવસ પહેલા આવ્યો હતો પરંતુ તમામ ગંદુ પાણી વર્ષોથી અહીં ભરાય છે જેનાથી રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે..સત્વરે પાણી નો નિકાલ કરાય તેવી માંગ સ્થાનિકો અને chc સેન્ટર ના કર્મચારીઓને ની માંગ છે...

Download Our B K News Today App



Related News