ગુજરાતમાં વધતા જતા કેશો વચ્ચે રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર RTPCR ટેસ્ટ ફરજીયાત કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 15:56:57
  • Views : 280
  • Modified Date : 2021-04-01 15:58:09

    ગુજરાતમાં વધી રહેલા કોરોનાવાયરસ ના કેસો વચ્ચે આજે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને જોડતા રાજસ્થાની તમામ બોર્ડર ઉપર આજે આરોગ્ય વિભાગ દ્વારા તમામ વાહન ચાલકોના RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

     સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં ગુજરાતમાં રોજના બે હજારથી પણ વધુ કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાવાયરસ ના કેસો માં ઘટાડો થાય તે માટે આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ગુજરાતમાં મોટાભાગના લોકો ધંધા અર્થે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે.અને મોટાભાગના લોકો હરવા-ફરવા માટે પણ રાજસ્થાનમાં જતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ બહારથી આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવા ફરજીયાત કર્યા છે.ત્યારે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આજે આરોગ્ય વિભાગ દ્વારા વાહનચાલકોના RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ બોર્ડર ઉપર RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

     બનાસકાંઠા જિલ્લામાં લોકોના વધેલા સક્રમણના કારણે જાણે કોરોનાએ માથું ઉંચકયું હોય તેમ દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ગત વર્ષની જેમ ફરી કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવતા જિલ્લાવાસીઓ ફફડી ઉઠ્યા છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં 80 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય તંત્ર જણાવી રહ્યું છે.ત્યારે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા વહીવટીતંત્ર પણ વિવિધ પ્રયાસો હાથ ધરી રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના રસીકરણ વધે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.તો વધતા જતા સંક્રમણને લઈ  બનાસકાંઠા જિલ્લાના પ્રભારી સચિવ  વિજય નહેરા પણ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી હતી.અને વહીવટી તંત્ર તેમજ આરોગ્ય સ્ટાફ સાથે બેઠક યોજી જીલ્લાની પરિસ્થિતિની તાગ મેળવી હતી.

     રાજસ્થાનએ બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલુ છે.અને રાજસ્થાનમાં પણ કોરોનાનું સંક્રમણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના કારણે ગુજરાતમાં સંક્ર્મણ ન ફેલાય તેને લઈ બનાસકાંઠા જિલ્લામાં આવેલી આંતર રાજ્યને જોડતી તમામ બૉર્ડરો પર આરોગ્યનો સ્ટાફ ખડકી દેવામાં આવ્યો છે.અને હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં RTPCR ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને રાજસ્થાનમાંથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરતા તમામ વાહન ચાલકોનું હાલમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.અને જે પણ વાહન ચાલકોને કોરોના પોઝિટિવ આવે તે વાહન ચાલકોને બાજુની હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે.આજે બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પર આરોગ્ય વિભાગ દ્વારા RTPCR ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

     બનાસકાંઠા જિલ્લાની જે બોર્ડર ઉપર બારેમાસ પોલીસનો બંદોબસ્ત જોવા મળતો હતો ત્યાં હાલમાં આરોગ્યના કર્મીઓ ઉભેલા જોવા મળી રહ્યા છે.અને આ આરોગ્યકર્મીઓ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા કેટલાંક વાહનચાલકોને ઉભા રખાવી તેમનું થર્મલ ગન વડે ચેકીંગ તેમજ RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.પરંતુ બનાસકાંઠાની મોટાભાગની બોર્ડર પર રાજસ્થાનમાંથી લોકો ગુજરાતમાં પ્રવેશતા હોય છે.પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આ બોર્ડર પર આરોગ્ય દ્વારા જે કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેમાં મોટાભાગના વાહનો  કોઈ પણ જાતનું હેલ્થ ચેકિંગ કરાવ્યા વિના જ સીધેસીધા ગુજરાતમાં પ્રવેશ્તા નજરે પડી રહ્યા છે ત્યારે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ભયજનક સ્થિતિ જોવા મળે તો નવાઈ નઈ. ત્યારે આરોગ્ય વિભાગ સતર્ક બને અને બોર્ડર પર સ્ટાફ વધારે તે જરૂરી બન્યું છે.

 

Download Our B K News Today App



Related News