થરાદના ભોરડું ટોલ પ્લાઝા પર ટૉલ મુદ્દે લોકોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-17 12:11:57
  • Views : 302
  • Modified Date : 2022-01-17 12:11:57

 

 

 થરાદના ભોરડું ટોલ પ્લાઝા પર ટૉલ મુદ્દે લોકોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો..ત્યારે તેમના સમર્થનમાં દોડી આવેલા થરાદના ધારાસભ્યએ એજન્સી સાથે વાતચીત કરી હતી.એજન્સીના સંચાલકોએ ફાસ્ટટેગ લગાવ્યા બાદ સ્થાનિક વાહનો અંગે ટોલમુક્તિની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. થરાદના ધાનેરા માર્ગ પરના ભોરડુ ટૉલપ્લાઝા પર જો સ્થાનિકો પાસેથી ટૉલ લેવાશે તો ગાંધીજી નહી પણ વિરભગતસિંહના માર્ગે આંદોલન છેડવાની ચિમકી પણ આપવામાં આવી હતી..ત્યારે ફરીથી ટૉલ લેવામાં આવતાં ફરી એકવાર થરાદના ભોરડુ ટૉલપ્લાઝા પણ સ્થાનિક અને આજુબાજુના અગ્રણીઓ દોડી આવ્યા હતા અને તમામે મળીને ચક્કાજામનો પ્રયાસ પ્રયાસ કર્યો હતો. આથી થરાદના ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા. તેમણે ટૉલપ્લાઝાના મેનેજર અને એજન્સીના મુખ્ય વ્યક્તિઓ સાથે વાતચિત કરી હતી . આ અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ‘ અગાઉ પણ તેમણે NHAIના બનાસકાંઠાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પત્ર લખ્યો હતો. તેમજ ટેલિફોનિક વાતચિતમાં પાલનપુરના તથા ખીમાણા ટૉલપ્લાઝા 20 કિ.મી.ની જેમ થરાદના ભોરડુ ટૉલપ્લાઝા પર કોઇપણ ભોરડુ આજુબાજુના સ્થાનિક વાહનચાલકનો ટૉલ લેવામાં ન આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. ભોરડુ ટૉલપ્લાઝાની એજન્સી દ્વારા ભોરડુની ચારેબાજુના 10-10 કિ.મી.માં રહેતા સ્થાનિકોને એક અઠવાડીયામાં ફાસ્ટટેગ લગાવ્યા બાદ તેની વિગતો ઝીરો ડેફ્થ સીસ્ટમમાં ઉમેર્યા બાદ ટૉલ મુક્તિ આપવામાં આવશે. આરસીબુક અને આધારકાર્ડ તેમની ઓફીસમાં જમા કરાવીને ફાસ્ટટેગ લગાવવાથી ટૉલ ટેક્સમાંથી મુક્તિ મળશે. આ સાથે સ્થાનિક હોવાના પુરાવા પણ આપવાના રહેશે. જો કે ફાસ્ટટેગ લગાવવા છતાં પણ જો પૈસા કપાશે તો આગળ લડત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું .

Download Our B K News Today App



Related News