ચોમાસાના આરંભે જ દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 13:59:32
  • Views : 103
  • Modified Date : 2023-06-28 13:59:32

હજુ તો ગુજરાતમાં ચોમાસાના આરંભને બે દિવસ જ થયા છે. ત્યાં ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં ગઇકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે શરુઆતના વરસાદે જ લોકો માટે મુશ્કેલીઓ સર્જવાનું શરુ કરી દીધુ છે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નવસારી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લાના 6 તાલુકાઓમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ચીખલી અને ખેરગામમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે તો સુરતમાં સવારે બે કલાકમાં માંડવીમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ, ધરમપુર, વાંસદા, પારડીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.સુરતમાં મોડી રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. સવાર સુધીમાં સુરતમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતના ઉધના-પાંડેસરા રોડ પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. સુરતના ઉધનામાં મેઈન રોડ પર જ વિશાળ વૃક્ષ ધરાશાયી થયુ હતુ જેના કારણે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. સુરતમાં કેટલાક વિસ્તારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે.વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝીટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર હેમાલીબેન બોઘવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી અને અહી રોડ પર પાણી ભરાઈ ગયા હતા. મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સુચના આપી હતી.

Download Our B K News Today App



Related News