ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે ધોરણ 6ના વિદ્યાર્થીઓમાં દિવાળી કાર્ડ બનાવવાનું, ધોરણ સાતમાં થાળી અને દીવા સુશોભિત કરવાની તેમજ ધોરણ આઠમાં તોરણ અને જુમર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:12:57
  • Views : 204
  • Modified Date : 2021-10-29 11:12:57

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે. દિવાળીનો તહેવાર રોશનીનો ઝગમગાટ કરીને ભીતરમાં રહેલા અંધકારને દૂર કરવાનું પર્વ છે. દિવાળી પર્વના પહેલા લોકો ઘરમાં સાફ-સફાઈ તેમજ વિવિધ જાતના દીવા કપડા તોરણ આરતીની થાળી વગેરે ચીજવસ્તુઓની ખરીદી કરતા હોય છે તેમજ કેટલાક લોકો પોતાની મનપસંદ ડિઝાઇન બનાવી આ દિવાળી કાર્ડ થાળી દીવા બનાવતા હોય છે ત્યારે આજરોજ ત્યારે આજરોજ ડીસાની એંજલ્સ સ્કૂલ ખાતે ધોરણ 6ના વિદ્યાર્થીઓમાં દિવાળી કાર્ડ બનાવવાનું, ધોરણ સાતમાં થાળી અને દીવા સુશોભિત કરવાની તેમજ ધોરણ આઠમાં તોરણ અને જુમર બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પોતાની સૂઝબૂઝ સાથે અલગ અલગ દિવાળી કાર્ડ તેમજ થાળી દીવા તોરણ અને જુમર બનાવ્યા હતા વિદ્યાર્થીઓએ ટીમવર્ક કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું..આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી ખૂબીઓને બહાર નિકળવી તેમજ તેમની પ્રોત્સાહન આપવાનું હતું આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની પોતાનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને બહાર નીકાળી વિવિધ જાતની તોરણ જુમર થાળી દીવા અને દિવાળી કાર્ડ બનાવ્યા હતા આ સ્પર્ધામાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓ નું મનોબળ વધાર્યું હતું

Download Our B K News Today App



Related News