થરાદ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ની અનોખી રીતે ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-04 11:58:37
  • Views : 242
  • Modified Date : 2021-10-04 11:58:37

     થરાદ ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે યજ્ઞ કરી  ઉજવણી કરવામાં આવી હતી  જેમાં વાલ્મીકિ સમાજના પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ વાલ્મીકિ પરિવાર સાથે બેસી મંત્રો ચાર સાથે યજ્ઞ મા જોડાયા, આ યજ્ઞ ઇન્ચાર્જ ગાયત્રી પરિવારના જેહાભાઈ હડીયલ હતાં,યજ્ઞ બાદ ગાંધીજીને પુષ્પાંજલિ કરી વાલ્મીકિ સમાજના ભૂવાઓ તેમજ વાલ્મીકિ સમાજમા વધુ અભ્યાસ કરનાર દિકરી તેમજ દીકરાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. યજ્ઞ સ્થળે વ્યસન મુક્તિના પોસ્ટરના માધ્યમ થી વ્યસન મુક્તિનો સંદેશો આપવામાં આવ્યો હતો.  કાર્યક્રમના અંતે પ્રસાદી વિતરણ કરાયું હતું, અનોખી રીતે ગાંધી જયંતિનિ ઉજવણી કરવામાં આવી.આખા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન નો કાર્યક્રમ થરાદ નગરપાલિકા ના સહયોગથી કરાયો હતો આ કાર્યક્રમ મા પ્રભારી નાગજીભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ,,સેવા વસ્તી ના ભાઈઓ ,બહેનો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

 

Download Our B K News Today App



Related News