સિદ્ધપુર ખાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વેસ્ટન રેલ્વે સિદ્ધપુર ના સ્ટેશન અધિક્ષક એચ.એમ. મીના ને સ્થાનિક મુદ્દાઓના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-29 12:21:45
  • Views : 250
  • Modified Date : 2021-06-29 12:21:45

     સિદ્ધપુર ખાતે ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વેસ્ટન રેલ્વે સિદ્ધપુર ના સ્ટેશન અધિક્ષક એચ.એમ. મીના ને સ્થાનિક મુદ્દાઓના અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સિદ્ધપુર એક પવિત્ર નગરી તરીકે જાણીતું હોવાથી તેમજ માતૃગયા તીર્થ પણ સિદ્ધપુરમાં જ આવેલ હોવાથી દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવતા જતા હોય છે જે મુખ્યત્વે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. સિદ્ધપુર થી અન્ય રાજ્યોમાં પ્રવાસ દરમ્યાન જેમાં મુખ્યત્વે સિદ્ધપુર થી હરિદ્વાર, વૈષ્ણવ દેવી, અજમેર ખ્વાજા ગરીબ નવાજ દરગાહ જવા શ્રદ્ધાળુઓને સીધી ટ્રેન ના હોવાના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે. સિદ્ધપુર ના યાત્રિકોને ટ્રેન મેળવવા ઊંઝા, જી. મહેસાણા અને પાલનપુર, જી. બનાસકાંઠા જવુ પડતું હોય છે જેનાથી પૈસા અને સમય નો વ્યય થાય તેમ છે માટે સ્થાનિકો ના મુદ્દાઓને ધ્યાનમાં લઈ માનનીય ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમસ્ત કાર્યક્રમ દરમિયાન જીલ્લા પંચાયત સદસ્ય , તાલુકા પંચાયત ઉપપ્રમુખ , શહેર પ્રમુખ ,અને  અન્ય કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Download Our B K News Today App



Related News