સિદ્ધપુર ખાતે કોરોના કાળમાં દેવલોક પામેલા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-03 12:10:30
  • Views : 244
  • Modified Date : 2021-07-03 12:10:30

     સિદ્ધપુર ખાતે આવેલ એ.પી.એમ.સી હોલ ખાતે સાંજના સુમારે સિદ્ધપુર કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતમાં સિદ્ધપુર પંથક તેમજ પ્રદેશમાં કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના જે આગેવાનો તેમજ કાર્યકરો દેવલોક પામ્યા છે તેઓને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો..કાર્યક્રમમાં અમિત ચાવડા એ જણાવ્યું હતું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં સરકાર સજ્જ બને અને આગામી કોરોના સંભવિત ત્રીજી લહેરમાં ઓકિસજન તેમજ વેન્ટિલેટરની અછત ન સર્જાય તેનું ધ્યાન પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

    આ કાર્યક્રમમાં સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર , સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સદસ્યો સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News