સાળંગપુરધામ ખાતે કષ્ટભંજન દેવને રથયાત્રાનો ભવ્ય શણગાર કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 14:52:06
  • Views : 98
  • Modified Date : 2023-06-20 14:52:06

બોટાદમાં આવેલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે આજ રોજ કષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન યોજાયા હતા.કષ્ટભંજનદેવના સિંહાસનને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી મંદિરના પુજારી તેમજ 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત મદિર દ્વારા સર્વ ભક્તોને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજી રથયાત્રાના પવિત્ર ઉત્સવ પર આશિર્વાદ પાઠવ્યા હતા. આ શુભ રથયાત્રાના દર્શનનો જગન્નાથના હજારો ભક્તોએ પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.દેશ-વિદેશના લાખો ભક્તો જેની સમગ્ર વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે મંગળ ઘડી આખરે આવી પહોંચી છે. આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી છે.ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા છે. આ પહેલા વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી યોજાઇ હતી. જેમાં ગૃહપ્રધાન અમિત શાહ સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી.મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા વિધિ કરી અને આજે પહિંદવિધિ કરી પોતાની જાતને ભાગ્યશાળી ગણાવ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતની પ્રજાને અષાઢી બીજની શુભકામના પાઠવી છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ઇસ્કોન મંદિર દ્વારા પશ્ચિમ અમદાવાદ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પરંપરાગત રીતે રથયાત્રા પૂર્વ ઇસ્કોન મંદિરમાં 400 ભક્તો દ્વારા સફાઈ કરવામાં આવે છે જેને “ગુંડિચા માર્જન” ઉત્સવ કહેવામાં આવે છે.આ વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તથા બહેન સુભદ્રાજી માટે નવો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથની લંબાઈ 22 ફૂટ છે જયારે તેની પહોળાઈ 10 ફૂટ છે અને આ રથ 20 ફૂટ ઉંચો છે. આ રથયાત્રામાં પ્રથમવાર આ રથનો ઉપયોગ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News