ડીસા તાલુકાના પેછડાલ ગામે યુવા મિત્રો દ્વારા ગાયોને લંપી વાયરસથી બચાવવા માટે લાડુ ખવડાવવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-04 11:30:46
  • Views : 203
  • Modified Date : 2022-09-04 11:33:15

ડીસા તાલુકાના પેછડાળ ગામે ગૌમાતા માં આવેલા લંપી વાયરસને નાથવા માટે ગામમાં રખડતી ગાયોને લંપીથી બચાવવા માટે છેલ્લા બે દિવસથી રાત્રે  યુવાનો દ્વારા તેમજ પશુમેડિકલના નિષ્ણાતો દ્વારા રોટલાની અંદર ગોળીઓ નાખીને ગૌમાતા ને ખવડાવવામાં આવે છે. અને જરૂર પડે દવાના ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. અને આના ભાગરૂપે  ગઈકાલે ગામના યુવા મિત્રો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે દાન આપી  આપીને આયુર્વેદિક લાડુ બનાવવામાં આવ્યા છે. આ લાડુ ની અંદર હળદર, ગોળ, કાળા મરી, અજમો, કપાસિયા તેલ, કેલ્શિયમ તેમજ કેટલીક દવાઓ પણ નાખવામાં આવી હતી. અને સમગ્ર યુવાનોની ટીમે મળીને ગઈકાલરાત્રે 1250 લાડુ બનાવ્યા હતા. અને આ જ સવારથી બીમાર ગૌ માતાને  સમગ્ર ગામમાં ફરીને લાડુ ખવડાવવામાં આવ્યા છે. અને હજુ સાંજે પણ લાડુ ખવડાવવામાં આવશે. સાચી જ વાત છે ને ગાય એ તો આપણી માતા છે અને તેનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તો સૌ કોઈ અન્ય ગામોમાં પણ આ પહેલ શરૂ કરો તો ગૌમાતાને લંપી માં બહુ જ રાહત મળશે




Download Our B K News Today App



Related News