પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ. ૩૭.૨૮ કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-05 11:12:05
  • Views : 411
  • Modified Date : 2022-06-05 11:12:05


બનાસકાંઠાને આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે વર્ષોથી બનાસકાંઠા જિલ્લો વિકાસથી વંચિત હતો વર્ષો પહેલા જ્યાં રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો માટીયા જીલ્લો ગણાતો હતો પરંતુ ધીમે-ધીમે જે પ્રમાણે ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ બનાસકાંઠા જિલ્લાનો વિકાસ પણ વધતો ગયો તો બીજી તરફ જ્યારથી રાજ્ય સરકારમાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં અનેક વિકાસના કામો થયા છે સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લાના સરહદને અડીને આવેલા તાલુકાઓમાં ભાજપ શાસનમાં અનેક વિકાસના કામો કરવામાં આવે છે જેમાં લોકો બનાસકાંઠા જિલ્લામાંથી પાકિસ્તાન જોઈ શકે તે માટે ઝીરો પોઈન્ટ ની બનાવવામાં આવ્યું હતું તો બીજી તરફ હાલમાં આર્મી-જવાનોની ઝાંખી કરાવતું ટુરીઝમ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અનેક વિકાસના કામો થયા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લો આજે અન્ય જિલ્લાઓની સરખામણીમાં વિકાસનો વેગ પકડી રહ્યો છે..

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યમાં આવા અદ્યતન સુવિધા સભર આઈકોનિક બસપોર્ટ પી.પી.પી. ધોરણે નિર્માણ થઈને પેસેન્જર સેવામા કાર્યરત છે અને ૧૦ સેટેલાઈટ બસ પોર્ટ નિર્માણાધીન છે... બસ પોર્ટની કુલ જમીનનો વિસ્તાર- ૨૯,૭૪૨ ચો.મી. છે. બસ ટર્મિનલ બિલ્ટઅપ વિસ્તાર- ૩૮,૬૬૫ ચો.મી. છે. એલાઇટીંગ અને બોર્ડિગ પ્લેેટફોર્મ ૨૫ ચો.મી., પેસેન્જર કોન્કર્સ વિસ્તાર- ૨૨૪૨ ચો.મી., કોમન વેઇટિંગ રૂમ- ૧૦૦ ચો.મી., લેડીઝ વેઇટિંગ રૂમ-૫૦ ચો.મી., શોપ, રેસ્ટોરન્ટ અને કિયોસ્ક- ૯૨૫ ચો.મી., ક્લોક રૂમ-૨૫ ચો.મી., ઇન્કવાયરી, રિઝર્વેશન અને ટિકીટીંગ, પેસેન્જર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન- ૧૫૦ ચો.મી., વહીવટી ઓફિસ- ૫૦ ચો.મી., રેસ્ટરૂમ અને ડોરમેટરી- ૨૦૦ ચો.મી., સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને સ્ટાફ ડિસ્પેન્સરી- ૭૦ ચો.મી. તથા એસ.ટી. વિભાગીય કચેરી ૭૦ ચો.મી. માં બનાવવામાં આવી છે. વર્ગ- માટે , વર્ગ- માટે ૧૧ અને વર્ગ- માટે ૧૪૦ ની બેઠક વ્યવસ્થાવાળી કચેરી તથા એસ.ટી. ના કર્મચારીઓને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર બનાવાયા છે. મુસાફરલક્ષી સુવિધાઓમાં ટિકીટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજીટલ ડિસપ્લે સાથેની આવામગનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઇન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન, રેસ્ટોરન્ટ, ડોરમેટરી અને ક્લોક રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે. વાણિજ્યિક સુવિધાઓમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, પ્લા,ઝા, વ્યાવસાયિક ઓફિસો અને શો- રૂમ, બજેટ હોટલ, સિનેમા હોલ, ગેમ ઝોન વિગેરની વ્યવસ્થા એક સ્થળ પર ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સરળતા રહેશે.

Download Our B K News Today App



Related News