પાલનપુર એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને લઈ એમ્બુલન્સ ફસાવા ના કારણે એક બાળકનું મૃત્યુ થયેલું ડીલેવરી ના સમયે,અનેકવાર એમ્બુલન્સ ફસાઈ જાય છે ટ્રાફિક જામ છે ત્યારે કોંગ્રેસ ધારાસભ્ય મહેશ પટેલ પાલનપુર ગાંધી ચિંધ્યા માર્ગે ધારણાની ચીમકી ઉચ્ચારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-23 11:56:49
  • Views : 628
  • Modified Date : 2021-11-23 11:56:49

 

 

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને લઇ વારંવાર રજૂઆત કરવા છતાં પાલનપુર ધારાસભ્ય ની ચીમકી ઉચ્ચારી છે જેમાં જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર માં નેશનલ હાઈવે એરોમા સર્કલ થી પસાર થઇ કંડલા તરફ જાય છે જેમાં રાજસ્થાન થી આવતું ટ્રાફિક મહેસાણા થી પાલનપુર સિકસ લઈને રોડ બન્યો છે તેનું ટ્રાફિક કંડલા થી આવનાર હેવી ટ્રાફીક જે મેન એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થઈ જાય છે ઘણા બધા અકસ્માતો પણ બનાવ બન્યા છે જેને લઈ પાલનપુર ધારાસભ્ય દ્વારા અનેક વાર રજૂઆત કરવા છતાં આખરે ધારાસભ્ય થાકીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

 

જોકે અંગે પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે પાલનપુર શહેર ની એરોમા સર્કલ નીચે ટ્રાફિક સમસ્યા છે તેના માટે વારંવાર ઘણા સમયથી સરકારમાં મુખ્યમંત્રીશ્રી ને આરએનબી ના મંત્રીશ્રીને કલેકટરશ્રી ને અને ફરિયાદ સંકલન મિટિંગમાં વારંવાર રજૂઆતો કરી છે નેશનલ હાઈવે એરોમા સર્કલથી પસાર થઈને કંડલા તરફ જાય છે તે રસ્તાની અંદર ડેમેજ પણ ઘણો રસ્તો છે અને દરેક શહેરની બહાર થી નેશનલ હાઈવે પસાર થઇ રહ્યો છે પણ મેં રજૂઆત કરી છે આવનારા સમયમાં એરોમા સર્કલ ઉપર જે બ્રિજ નું બજેટ સો કરોડ રૂપિયા મંજુર કરેલ હતું તેમાં થોડું એક્સસ બજેટ થાય અને એરોમા સર્કલ પર બ્રિજ બને સાથે સાથ પાલનપુર શહેર એક ડિસ્ટ્રિક્ટ પેલેસ છે ડિસ્ટ્રિક્ટ પેલેસના કારણે એરોમા સર્કલ પર રાજસ્થાનનો ટ્રાફિક હોય જે મહેસાણા થી પાલનપુર જતા સિકસ લાઈન રોડ બન્યો છે તેનું ટ્રાફિક પણ વધી રહ્યું છે અને કંડલા થી આવનાર હેવી ટ્રાફિક મેન એરોમા સર્કલ પર ટ્રાફિક જામ થાય છે ઘણા બધા અકસ્માતોના પણ બનાવો બન્યા છે હમણાં ટૂંક સમયમાં એમ્બુલન્સ ફસાવા ના કારણે એક બાળકનું મૃત્યુ થયેલું ડીલેવરી ના સમયે આમાં અનેકવાર એમ્બુલન્સ ફસાઈ જાય છે ટ્રાફિક જામ છે ત્યારે હું આજે એસપી અને કલેકટરશ્રીને મળ્યો છું ટ્રાફિક સમસ્યાના ઉકેલ આવે એના માટે એની પ્રપોઝલ સરકારમાં રજૂઆત થાય અમે પણ રજૂઆતો કરી છે લોકોને પણ માંગણીઓ છે એરોમા સર્કલ ટ્રાફિક માટે કંઈક સોલ્યુશન નીકળે તેની રજૂઆત આજે મેં ફરી દબાઈને કરી છે જો ટ્રાફિક નું સોલ્યુશન નહીં થાય તો આવનારા સમયમાં ગાંધીજીના ચિંતા માર્ગ પર ધરણા કરવા પડશે

Download Our B K News Today App



Related News