નવસારી રેલવે સ્ટેશન પર છતમાંથી ઝરણા વહી નીકળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-13 18:25:43
  • Views : 64
  • Modified Date : 2024-07-13 18:25:43

હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. રેલવે પ્લેટ ફોર્મ પર પાણી ટપકતું હોય તેવું જાણવા મળ્યું છે. જેમાં તમે જોઈ શકો છો કે એક તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ પ્લેટફોર્મ પર પાણી ટપકી રહ્યું છે. જેના પગલે રેલવે મુસાફરોને ભારે મુશ્કેલી થઈ રહી છે.નવસારીના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના પગલે કાવેરી નદીનો કોઝવે ઓવરફ્લો થયો છે. કાવેરી નદીના તટ પાસે આવેલું તાડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું છે. જ્યારે કાવેરી નદીની સપાટી 12 ફૂટ પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા કાવેરી નદીની સપાટી વધી હોવાથી કોઝવે ઓવરફ્લો થયો છે. જેના પગલે સ્થાનિકોને હાલાકી થઈ રહી છે.

Download Our B K News Today App



Related News