ડીસામાં આજે 500થી પણ વધુ મંદિરો ખાતે ભક્તોએ વાજતે ગાજતે રામદેવપીરના નેજા ચઢાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 17:40:51
  • Views : 309
  • Modified Date : 2022-09-05 17:41:31

હિન્દુ ધર્મમાં શક્તિ ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો અનેક દેવી-દેવતાઓમાં આસ્થા રાખતા હોય છે જેને દર વર્ષે હિન્દુ ધર્મમાં અનેક તહેવારો ની ઉજવણી કરવામાં આવતી હોય છે ભાદરવા મહિનામાં ખાસ હિન્દુ ધર્મના અનેક દેવી દેવતાઓના ઉત્સવ ઉજવવામાં આવતા હોય છે જે અંતર્ગત ભાદરવા સુદ નોમના દિવસે રણુજાના રાજા ભગવાન રામાપીર ને નવા નેજા ચઢાવવામાં આવે છે જેમાં આજે ડીસા શહેર તેમજ આજુબાજુના ગામડાઓ માંથી રામાપીર મંદિરે 500 થી પણ વધુ નેજા ચઢાવવામાં આવ્યા હતા. ભાદરવા સુદ બીજ થી લઈ ભાદરવા સુદ અગિયારસ સુધી રણુજા માં રામદેવપીર નો મોટો મેળો જાય છે જ્યારે દેશભરમાં આવેલા રામાપીરના મંદિરે આ દિવસોમાં નવા નેજા ચઢાવવામાં આવે છે ત્યારે આજે ડીસા શહેરમાં પણ જલારામ મંદિર ની સામે આવેલા રામાપીર મંદિરે ભક્તો દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા ડીસા શહેરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો વાંચતી ઘટે શોભાયાત્રા કાઢી રામાપીર મંદિરે જઈ નવા નેજા ચઢાવ્યા હતા રામાપીર મંદિરે ભાવિકોની મોટી ભીડ લાગી હતી જ્યારે રાત્રે મંદીર આગળ ભજન સંતવાણી નો કાર્યક્રમ પણ યોજાયો હતો હજુ ભાદરવા સુદ અગિયારસના દિવસે પણ ભગવાનને નવા નેજા ચઢાવવામાં આવશે  . . .

Download Our B K News Today App



Related News