કુંભલમેર ખાતે તસ્કરોએ મકાન નુ તાળું તોડી 3 લાખ ઉપરાંત ની ચોરી થતાં ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:04:16
  • Views : 273
  • Modified Date : 2022-05-16 11:04:16

 

ભાણીના ત્યાં મોસાળું કરવા પડેલ રોકડ રકમ ની ચોરી થતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો

 

લગ્નસરા વચ્ચે ગઢ પંથકમાં ચોરીના બનાવો  વધતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા ઉઠી માંગ

 

પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં હમણાં થોડા સમય થી ચોરી ની ઘટનાઓ માં વધારો જોવા મળી રહ્યો છે એક સપ્તાહ અગાઉ મોટા ખાતે અર્બુદા માતાજીના મંદિર અને રહેણાંક મકાનમાં ચોરી થવા પામી હતી ત્યારે એ તપાસ ચાલુ છે અને ફરી કુંભલમેર ખાતે રહેણાંક મકાનનું તાળું તોડી અંદર પડેલ રોકડ અને ચાંદી ની વીંટીઓ સહીત 3 લાખ 4 હજારના મુદામાલ ની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

સમગ્ર ઘટનાની વાત કરવામા આવે તો કુંભલમેર ખાતે  રહેતા મફતલાલ લખુભાઈ પાળજા અને તેમના પત્ની રાત્રીના સમયે ખેતરમાં ગયેલા હતા અને તેમનો દીકરોને પરિવારના  લોકો લગ્ન પ્રસંગે ગયેલ હતા તે દરમિયાન તેમના મકાનમાં શનિવારે રાત્રે 2:30 વાગ્યાના સુમારે અજાણ્યા શખ્સો દ્વારા ઘર ના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં પડેલી લોખંડ ની તિજોરી માં તેમની ભાણીના મોશાળા માટે પડેલ રોકડ 3 લાખ રૂપિયા રોકડા અને 4500 રૂપિયાની ચાંદીની વીંટી ઓ અને કંકાવટી આમ કુલ મળી 3 લાખ 4500 રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા સમગ્ર બાબતની જાણ તેમના દીકરા લગ્નમાંથી આવતા તેમને થતાં તેઓએ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે ડોગ સ્કોવોડ, એફ એસ એલ ની ટીમ બોલાવી તપાસ હાથધરી હતી જોકે  આજે તેમને તેમની ભાણી નુ મોસાળું કરવાનું હોઈ પરિવાર મુશ્કેલી માં મુકાયો હતો

 

ત્યારે ગઢ પંથક માં થઇ રહેલ ચોરીની ઘટનાઓ મામલે કુંભલમેર ના પૂર્વ સરપંચ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં લગ્નસરા ની સીઝન ચાલી રહી છે ત્યારે દરેક લોકોના ઘરમાંથી દર દાગીના સહિત રોકડ રકમ પડી હોય છે ત્યારે અવાર નવાર બની રહેલી ચોરીની ઘટનાઓ માં પોલીસની નિષ્ક્રિયતા જોવા મળી રહી છે અમે જયારે ચોરી ની ફરિયાદ આપવા માટે ગયા ત્યારે ગઢ પીએસઆઇ દ્વારા ફરિયાદ લેવાની આનાકાની કરવામાં આવી હતી અને રકમ ઓછી  લખાવવા માટે જણાવ્યું હતું ત્યારબાદ મોડે થી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે જીલ્લા પોલીસ વડા એ આ બાબતે ગંભીરતા દાખવી અને ગ્રામીણ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી હતી

Download Our B K News Today App



Related News