ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયો માટે લાડુ બનાવવામાં આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-19 15:03:21
  • Views : 268
  • Modified Date : 2022-09-19 15:03:21

 

ડીસા તાલુકાના જેનાલ ગામે લંપીગ્રસ્ત ગાયોને રક્ષણ મળી રહે તે માટે આયુર્વેદિક લાડુ બનાવવામાં આવ્યા હતા.જે લાડુ ગ્રામજનો દ્વારા લંપી ગ્રસ્ત પશુઓને ખવડાવવામાં આવ્યા હતા.

 

સમગ્ર ગુજરાત રાજ્યમાં પશુઓમાં લંપી વાઈરસ નામના ભયંકર રોગ પ્રસરી ગયો છે અને તેનાથી વિશાળ પ્રમાણમાં ગૌવંશ ચેપીગસ્ત થઇ તેના કારણે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે.પશુઓમાં હાલત દરેક શહેર અને ગામડાઓમાં જોવા મળી રહી છે.આવા સમયે પશુઓના રક્ષણ માટે જીવદયાપ્રેમીઓ દ્વારા ગામે ગામ જઈ દરેક પશુઓને લંપીથી રક્ષણ માટે આયુર્વેદિક લાડુ ખવડાવવામાં આવ્યા હતા. અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો દ્રારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર  ગુજરાત રાજ્યમાં પશુઓમાં જોવા મળતો  લંપી  વાયરસ નામના ભયંકર રોગ પ્રસરી ગયો છે અને તેનાથી વિશાળ પ્રમાણમાં પશુઓ ચેપીગ્રસ્ત થઈ છે. ત્યારે તેનાથી ડીસા શહેર અને તાલુકો પણ બાકાત થયો નથી. લમ્પી નામના રોગથી ગાયોને બચાવવા માટે ગૌ ભક્તો પોતાના સ્તર ઉપર વિશેષ પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે જેનાલના આજુબાજુના ગામડાઓમાં આયુર્વેદ ઉપચાર થી બનાવેલ લાડુ યુવાનો દ્રારા પશુઓને ખવડાવવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News